For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CORONA UPDATE: રાજ્યમાં એક દર્દીનું મોત અને 4 નવા કેસો નોંધાતાં સંખ્યા 44 પર પહોંચી

CORONA UPDATE: રાજ્યમાં એક દર્દીનું મોત અને 4 નવા કેસો નોંધાતાં સંખ્યા 44 પર પહોંચી

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં આજદિન સુધીમાં કોરોનાના 44 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે, ત્રણ કોરોના પોઝિટિવ દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કોરોના વાયરસને સંક્રમણ પર કાબુ મેળવવાના પ્રયાસ પુરજોશમાં ચાલી રહ્યા છે. રાજ્યમાં 4 નવી કોવિડ એટલેકે, કોરોના હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર આપવામાં આવશે. જ્યાં 156 જેટલા વેન્ટિલેટર તૈયાર કરવામાં આવ્યા છે. આ હોસ્પિટલ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ગાઇડલાઇન પ્રમાણે તૈયાર કરવામાં આવી છે.

Coronavirus

ક્વોરેન્ટાઇન ભંગની 236 ફરિયાદ નોંધાઇ

રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ આજની કોરોના વાયરસ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતુ કે, રાજ્યમાં કુલ 44 દર્દીઓના પોઝિટિવ રિપોર્ટ નોંધાઇ ચુક્યા છે. જેમાં અમદાવાદના 15, સુરતના 7, ગાંધીનગરના 7, વડોદરાના 8 અને રાજકોટના 5, કચ્છ 1 અને ભાવનગરમાં 1 દર્દીનો સમાવેશ થાય છે. જ્યારે, રાજ્યમાં કુલ 20304 લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ક્વોરેન્ટાઈનના ભંગ કરવા બદલ 236 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.

રાજ્યમાં 44 કેસ કોરોના પોઝિટિવ

ભાવનગરમાં કોરોના પોઝિટિવ દર્દીનું આજે વધુ એક મોત નિપજતાં ગુજરાતમાં આજ સુધીમાં કોરોના વાયરસના કારણે કુલ 3 દર્દીઓના મોત થયા છે. આજે વધુ ચાર પોઝિટિવ કેસો નોંધાયા હતા. જેમાં ગાંધીનગર, અમદાવાદ અને રાજકોટમાં લોકલ ટ્રાન્સમિશનના કેસો પોઝિટિવ આવ્યા છે.

કોરોના: 2000 રૂપિયાની પહેલો હપ્તો એપ્રિલના પહેલા અઠવાડિયામાં ખાતામાં આવશે: શાહકોરોના: 2000 રૂપિયાની પહેલો હપ્તો એપ્રિલના પહેલા અઠવાડિયામાં ખાતામાં આવશે: શાહ

English summary
corona update in gujarat TOTAL 44 patients POSDITIVE
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X