For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: અમદાવાદમાં ચાલતાં-ફરતાં હોસ્પિટલ 'ધન્વંતરિ રથ' કાર્યરત

Coronavirus: અમદાવાદમાં ચાલતાં-ફરતાં હોસ્પિટલ 'ધન્વંતરિ રથ' કાર્યરત

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ અમદાવાદમા કોરોના વાયરસનો બ્લાસ્ટ થયો છે. સતત વધી રહેલા કોરોના વાયરસને નાથવા માટે સ્થાનિક કોર્પોરેશન અને સરકાર દ્વારા સતત અવનવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે અમદાવાદ મ્યૂનિસિપાલ કોર્પોરેશને નવો પ્રયોગ હાથ ધર્યો છે. જેનાથી નવા કોરોનાના મામલાની ઓળખ કરવી સ્ટાફ માટે વધુ આસાન થઇ ગયું છે.

હરતું ફરતું હોસ્પિટલ

હરતું ફરતું હોસ્પિટલ

જણાવી દઇએ કે અમદાવાદમાં દરરોજ 120 જેટલા ધનવંતરિ રથ સેવા આપી રહ્યા છે. જેનાથી કોવિડ 19ના પ્રબંધનમાં પણ સહયોગ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 4.27 લાખ ઓપીડી પરામર્શ સંપન્ન થયા છે. ધનવંતરિ રથમાં તબીબોની સાથોસાથ પેરામેડિકલ સ્ટાફ અેન ફાર્માસિસ્ટ પણ હાજર છે. અમદાવાદ મહાનગરપાલિકાના આ નવા પ્રયોગથી નાગરિકોને પણ આસાની થઇ ગઇ છે.

અમદાવાદમાં કોરોનાની સ્થિતિ ખતરનાક

અમદાવાદમાં કોરોનાની સ્થિતિ ખતરનાક

છ જુલાઇના રોજ ગુજરાતમાં કુલ 423 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ 8573 એક્ટિવ કેસ છે. હજી પણ ગુજરાતમાં 69 લોકો વેન્ટીલેટર પર છે જ્યારે 8504 સંક્રમિતો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં ગુજરાતના 26323 સંક્રમિતો ડિસ્ચાર્જ થઇ ચૂક્યા છે જ્યારે 1962 સંક્રમિતોના મોત થયાં છે. ગતરોજ સુરત કોર્પોરેશનમાં કુલ 201 કેસ નોંધાયા હતા જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 168 કેસ નોંધાયા હતા.

કોરોના સંક્રમિતોની સંખ્યા

કોરોના સંક્રમિતોની સંખ્યા

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 36727 થઇ ગઇ છે. સરકાર દ્વારા કરવામા આવી રહેલા સતત પ્રયત્નો છતાં કોરોના અટકવાનું નામ નથી લઇ રહ્યો. હજી પણ 8497 કેસ સક્રિય છે. છેલ્લા 24 કલાકમા ગુજરામા 17 સંક્રમિતોના મોત થયાં છે. કોરોના સક્રમિતોના મામલે ગુજરાત ચોથા નંબરે છે પહેલા નંબરે 2 લાખ 12 હજાર કેસ સાથે મહારાષ્ટ્ર છે. તમિલનાડુ અને દિલ્હીમાં પણ એક લાખથી વધુ કેસ રજિસ્ટર થયા છે.

અમેરિકામાં જઇ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઝાટકો, VISA પાછા લઇ લેવાની તૈયારીઅમેરિકામાં જઇ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઝાટકો, VISA પાછા લઇ લેવાની તૈયારી

English summary
Coronavirus: Dhanvantari Rath Hospital operating in Ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X