For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બળાત્કારી નારાયણ સાઇને ભાગેડું જાહેર કરતી સુરતની કોર્ટ

|
Google Oneindia Gujarati News

સુરત, 12 નવેમ્બર: શારિરીક શોષણના આરોપમાં છેલ્લા એક મહિનાથી પોલીસની નઝરોથી નાસતા ફરતા આસારામના પુત્ર નારાયણ સાઇને કોર્ટે બુધવારે મોડી સાંજે ભાગેડું જાહેર કરી દીધા છે. સુરતની એક કોર્ટે નારાયણ સાઇ અને તેના સાગરિતો સામે સીઆરપીસી-82ની હેઠળ ભાગેડું જાહેર કરવાની પોલીસની માંગ સ્વીકારી લીધી છે.

નારાયણ સાઇની તપાસ કરી રહેલી ગુજરાત પોલીસ પહેલા જ તેમની વિરુધ્ધ લુકઆઉટ નોટિસ અને સર્ચ વોરંટ જારી કરી ચૂકી છે. ગુજરાત પોલીસે નારાયણ સાઇની તપાસમાં ઘણા રાજ્યોમાં દરોડા પાડી ચૂકી છે પરંતુ પોલીસને ક્યાંય પણ સફળતા હાથ લાગી નથી. પોલીસની આંખોમાં ધૂળ નાખનાર નારાયણ સાઇ ક્યાં છે, એ અંગે પોલીસની પાસે કોઇ પણ માહિતી નથી.

સુરત પોલીસે તપાસ માટે હાજર નહી થવા પર સોમવારે સુરત કોર્ટમાં નારાયણ સાઇને ભાગેડું જાહેર કરવા માટે અરજી દાખલ કરી હતી. કોર્ટે સુરત પોલીસની અરજીનો સ્વીકાર કરતા સાઇ અને તેના સાગરિતો સાધિકા જમના ઉર્ફે ભાવના પટેલ તથા સાધક હનુમાન ઉર્ફે કૌશલ ઠાકુરને સીઆરપીસી-82 મૂજબ ભાગેડુ જાહેર કર્યા છે. અત્રે ઉલ્લેખની છે કે કોર્ટે 30 દિવસમાં તમામ આરોપીઓ હાજર ના થાય તો તેમની મિલકત જપ્તીની કાર્યવાહી શરૂ કરવાની પણ પોલીસને તાકીદ કરી છે.

narayan sai
આસારામ અને નારાયણ સાઇ પર સુરતની રહેનાર બે બહેનોએ બળાત્કારનો આરોપ લગાવ્યો છે. મોટી બહેને આરોપ લગાવ્યો છે કે આસારામે 1997થી લઇને 2006 સુધી એ આશ્રમમાં રહી, જ્યાં ઘણી વખત તેમનું શારીરિક શોષણ કરવામાં આવ્યું. નાની બહેને આસારમના પુત્ર સાઇની વિરુદ્ધ આ પ્રકારનો જ આરોપ લગાવ્યો છે.

નાની બહેનનું કહેવું છે કે જ્યારે તે સુરત આશ્રમમાં હતી, ત્યારે 2002 અને 2005ની વચ્ચે તેનું શારીરિક શોષણ કરવામાં આવ્યું. બંને બહેનોએ આસારામની પત્ની અને તેની પુત્રી પર પણ સંગીન આરોપ લગાવ્યા છે. બંને બહેનોના આરોપો બાદ આસારામ અને નારાયણ સાઇની વિરુદ્ધ રેપ, શારીરિક શોષણ અને ગેરકાનૂની રીતે બંધક બનાવવા સહિત ઘણા આરોપો લાગ્યા છે.

English summary
A local court today declared Narayan Sai, son of controversial self-styled godman Asaram, evading arrest for over a month in connection with the sexual assault case lodged against him by one of the two city-based sisters, as a proclaimed absconder.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X