સગીર પિતરાઈ ભાઈઓએ 12 વર્ષની બાળકી પર રેપ કર્યો
સગીર પિતરાઈ ભાઈઓએ 12 વર્ષની બાળકી પર રેપ કર્યો
નવસારી જિલ્લામાં સગીર છોકરીઓ સાથે કથિત બળાત્કારના બે મામલા સામે આવ્યા છે. એએનઆઈ સાથે વાત કરતાં નવસારી પોલીસ અધિકારી બીએસ મોરીએ બંને ઘટનાઓ વિશે જાણકારી આપી. પહેલી ઘટનામાં ત્રણ સગીર પિતરાઈ ભાઈઓએ 12 વર્ષીય સગીર બાળકી સાથે પાંચ મહિનાથી કથિત રેપ કર્યો. જે બાદ પીડિતાને એક હોસ્પિટલે દાખલ કરાવવામાં આવી હતી જ્યાં પીડિતા ચાર મહિનાની ગર્ભવતી હોવાનું માલુમ પડ્યું.

પિતરાઈ ભાઈઓએ રેપ કર્યો
જિલ્લાની અન્ય એક ઘટનામાં 13 વર્ષની છોકરી સાથે તેના પિતરાઈ ભાઈના મિત્રએ 3 ઓક્ટોબરના રોજ કથિત રૂપે બળાત્કાર કર્યો હતો. પોલીસ મુજબ આરોપીએ સોશિયલ મીડિયા પર છોકરીની તસવીરો પણ અપલોડ કરી દીધી હતી.

ઘરે એકલી જોઈ ફાયદો ઉઠાવ્યો
ડીસીપી મુજબ પહેલી ઘટનામાં છોકરી ઘરે એકલી હતી ત્યારે તેના એક પિતરાઈ ભાઈએ તેના પર રેપ કર્યો હતો. બાદમાં તેણે આ વાત પોતાના અન્ય બે પિતરાઈ ભાઈઓને જણાવી, જે બાદ તેમણે પણ ધમકી આપી સગીરનો રેપ કર્યો. આ મામલામાં બધા જ આરોપીની ઉંમર 18 વર્ષથી ઓછી છે.

પોલીસે નરાધમો પર કાર્યવાહી કરી
તેમણે કહ્યું કે પીડિતાના પેટમાં દુખાવો થયા બાદ તેને હોસ્પિટલે લઈ જવામાં આવી. તપાસ દરમ્યાન ડૉક્ટરોએ પીડિતાની માને જણાવ્યું કે તેની છોકરી 4 મહિનાની ગર્ભવતી છે. આ મામલે ડીએસપી મોરીએ કહ્યું કે બધા જ આરોપી કિશોર છે અને POCSO એક્ટ અંતર્ગત મામલો નોંધવામાં આવ્યો છે.

POCSO અંતર્ગત કેસ નોંધવામા આવ્યો
બીજી ઘટનામાં પોલીસે એક વ્યક્તિને 13 વર્ષીય છોકરી પર બળાત્કાર કરવા અને તેનો વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાના આરોપમાં પકડી લેવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે આરોપી 3 ઓક્ટોબરે સગીરને પોતાની મોટરસાઈકલ પર એક સુમસાન જગ્યાએ લઈ ગયો. આરોપીએ તેના પર રેપ કર્યો અને પોતાના મોબાઈલ ફોનમાં તસવીરો લઈ લીધી, જેને બાદમા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધી. છોકરીના સંબંધીઓને આ તસવીરો વિશે માલુમ પડ્યું ત્યારે છોકરીની પૂછપરછ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો. IPCની કલમ 376, POCSO અધિનિયમ અને કલમ 66 (ઈ) અંતર્ગત મામલો નોંધી લેવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
