આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનુ નિધન, કોરોનાથી હતા સંક્રમિત
મણિનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનુ બુધવારે રાતે નિધન થઈ ગયુ છે.
મણિનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનુ બુધવારે રાતે નિધન થઈ ગયુ છે. તેઓ કોરોનાથી સંક્રમિત હતા અને સુરતની જ એક ખાનગી હોસ્પિટલમાં ઈલાજ માટે ભરતી કરવામાં આવ્યા હતા. અહીં તે ઘણા દિવસો સુધી વેન્ટીલેટર પર હતા. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીના અંતિમ સંસ્કાર પીપીઈ કિટ પહેરેલ સ્મૃતિ મંદિર પરિસરમાં સીમિત સંખ્યામાં સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા. દુનિયાભરમાં હરિભક્તોઅને સંતોએ ગુરુવારે સવારે વેબસાઈટ દ્વારા તેમના અંતિમ દર્શન કર્યા.













Click it and Unblock the Notifications
