For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં કોરોનાનો કહેર, સંક્રમિતો સંખ્યા 3293 અને 165 લોકોના મોત

ગુજરાતનુ સૌથી મોટુ શહેર અમદાવાદ કોરોના વાયરસના સંક્રમણથી સર્વાધિક પ્રભાવિત થયુ છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતનુ સૌથી મોટુ શહેર અમદાવાદ કોરોના વાયરસના સંક્રમણથી સર્વાધિક પ્રભાવિત થયુ છે. અહીં સંક્રમિતોનો આંકડો 3293 સુધી પહોંચી ગઈ છે. અત્યાર સુધી 165 લોકોના મોત થઈ ચૂક્યા છે. રાજ્યના કુલ કોરોના દર્દીના અડધાથી વધુ સંખ્યા આ શહેરમાં છે. અહીં 2 હજારથી વધુ કોરોના દર્દીઓનો ઈલાજ ચાલી રહ્યો છે. આ શહેર દેશના એ ટૉપ-5 શહેરોમાંનુ એક છે જ્યાં કોરોનાના સંક્રમણના સૌથી વધુ મોત થયા છે. કોરોના કેસમાં આ માત્ર ગુજરાતમાં પ્રથમ નંબરે અને દેશમાં બીજા નંબરે છે.

coronavirus

અમદાવાદમાં દર 4 દિવસમાં બમણા થઈ રહ્યા છે કેસ

આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 249 નવા કેસ સામે આવ્યા. જ્યારે આખા રાજ્યમાં 326 નવા કેસ નોંધાયા છે. આનો અર્થ એ કે આ શહેરની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. આરોગ્ય વિભાગના એક રિપોર્ટનુ નિરીક્ષણ હતુ કે અહીં દર 8 મિનિટે એક નવો દર્દી મળી રહ્યો છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ તો અહીં સુધી કહી દીધુ કે અમદાવાદમાં દર 4 દિવસમાં કોરોના વાયરસના કેસ બમણા થતા જઈ રહ્યા છે. જો આ રીતે જ ચાલતુ રહ્યુ તો મે મહિનાના અંત સુધીમાં દર્દીઓની સંખ્યા 8 લાખ સુધી પહોંચી જશે.

અત્યાર સુધી અહીં 400થી વધુ લોકો રિકવર

આમાં અત્યાર સુધી 400થી વધુ લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વાયરસના સંક્રમણથી મુક્ત થયેલા લોકોનો વિવિધ હોસ્પિટલોમાંથી રજા આપી દેવામાં આવી છે. અહીં વિવિધ હોસ્પિટલોમાં ઈલાજ કરાવી રહેલ કોરોના પૉઝિટીવ દર્દીઓમાંથી શુક્રવાર સુધી 412 લોકોને રિકવર કરવામાં આવી ચૂક્યા હતા. જેમાંથી 161 લોકો તો સરદાર વલ્લભભાઈ પટેલ(એસવીપી)હોસ્પિટલના જ હતા. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાંથી 97, સમરસ કોવિડ સેન્ટરમાંથી 144 દર્દીને છુટ્ટી મળી ગઈ છે.

આ પણ વાંચોઃ લૉકડાઉનમાં પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડવા માટે સુરતથી ચલાવાઈ વિશેષ ટ્રેનોઆ પણ વાંચોઃ લૉકડાઉનમાં પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડવા માટે સુરતથી ચલાવાઈ વિશેષ ટ્રેનો

English summary
Covid-19 cases ahmedabad live: More than three thousand people infected by coronavirus so far
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X