અમદાવાદમાં 4 દિવસમાં બમણા થઈ રહ્યા છે કોરોના કેસ, મેના અંત સુધીમાં થશે 8 લાખ દર્દી!
ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં કોરોના વાયરસે કોહરામ મચાવ્યો છે. આ એક શહેરમાં જ એક હજારથી વધુ કોરોના દર્દી છે.
ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં કોરોના વાયરસે કોહરામ મચાવ્યો છે. આ એક શહેરમાં જ એક હજારથી વધુ કોરોના દર્દી છે. અહીં રાજ્યના કુલ દર્દીઓના અડધાથી પણ વધુ દર્દીઓનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નરે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. કમિશ્નરના જણાવ્યા મુજબ શહેરમાં દર 4 દિવસે કોરોના વાયરસના કેસ બમણા થઈ રહ્યા છે. જો આવુ જ ચાલતુ રહ્યુ કો મેના અંત સુધીમાં દર્દીઓની સંખ્યા 8 લાખ સુધી પહોંચી જશે.

31 મે સુધી 8 લાખ પહોંચી શકે છે દર્દીઓની સંખ્યા
મ્યુનિસિપલ કમિશ્નરે શંકા વ્યક્ત કરીને કહ્યુ, અમને એવુ લાગી રહ્યુ છે કે 15 મે સુધી અમદાવાદમાં કોરોનાના 50 હજાર કેસ સામે આવી જશે. ત્યારબાદ 31 મે સુધી આ કેસોની સંખ્યા 8 લાખ સુધી પહોંચી જશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના ઘણા વિસ્તારોમાં સંપૂર્ણપણે કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. તેમછતાં અહીં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યુ છે. અહીં અત્યાર સુધીમાં 1600થી વધુ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે.

અમે એ ટૉપ-5 શહેરોમાં જ્યાં સૌથી વધુ મોત થયા
અમદાવાદ દેશના એ ટૉપ-5 શહેરોમાથી એક છે જ્યાં કોરોના સંક્રમણથી સૌથી વધુ મોત થયા છે. દર્દીઓની સંખ્યાના કેસમાં ગુજરાતમાં જ પહેલુ નથી પરંતુ દેશમાં પણ બીજા નંબરે છે. અહીં ગુરુવાર સુધી કોરોનાથી 63 લોકોના જીવ ગયા છે.

મહાનગરમાં મોત
મુંબઈ 161
અમદાવાદ 63
ઈંદોર 55
પૂણે 66












Click it and Unblock the Notifications
