ગૌ હત્યા પ્રતિબંધક કાયદાથી ગુજરાત શ્વેતક્રાંતિ તરફ આગળ વધશે

Subscribe to Oneindia News

ગૌ હત્યાનો કડક કાયદો અમલમાં લાવ્યા બાદ આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પ્રથમ વખત રાજકોટ આવ્યા હતા. જ્યાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટની શ્રીજી ગૌશાળાએ ગાયની પૂજા કરી હતી. ગૌ હત્યા પ્રતિબંધ કાયદાને લઇને નિવેદન આપ્યુ હતું. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગૌ હત્યા પ્રતિબંધક કાયદાથી ગુજરાત શ્વેતક્રાંતિ તરફ આગળ વધશે, ગુજરાતમાં નંદીઘરો બનાવાશે, જરશી ગાયને બદલે ગીર ગાયની નસ્લમાં વધારો થશે.

vijay rupani

નોંધનીય છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે. અને તે પહેલા ભાજપ દ્વારા ફરી એક વાદ હિંદુત્વનો મુદ્દો રજૂ કરવામાં આવશે. ત્યારે આ માટે ગૌહત્યાના કાયદા આ વખતની ચૂંટણીમાં સારી રીતે પ્રચાર પ્રસાર કરવામાં આવશે તે વાત ધીરે ધીરે સ્પષ્ટ થતી જાય છે. ત્યારે વિજય રૂપાણીની આ મુલાકાત પર ભાજપના આ જ એજન્ડાને દર્શાવી રહી છે. ત્યારે ગૌહત્યાનો આ કાયદો ભાજપને આવનારી ચૂંટણીમાં કેટલો ફાયદો અપાવે છે કે પછી નુક્શાન અપાવે છે તે તો હવે જોવું જ રહ્યું.

English summary
Cow slaughter restrictive law will lead in white revolution in Gujarat: Vijay rupani
Please Wait while comments are loading...