ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે પ્રદેશ બેઠકમાં સંગઠનની કામગીરીની રૂપરેખા આપી
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જણાવ્યું હતું કે, ભાજપની પેજ સમિતિ અને પેજ પ્રમુખો માત્ર રાજકીય વ્યવસ્થા કે ચૂંટલીલક્ષી કાર્યો માટે જ નહીં પરંતુ સામાજિક વ્યવસ્થામાં ઉપયોગી કાર્યો કરી સમાજ જીવન સાથે ઊભા છે.
ગાંધીનગર કમલમ ખાતે આજ રોજ એટલે કે 9 જુલાઇના રોજ ભાજપની પ્રદેશ બેઠક યોજાઇ છે. જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પેજ સમિતિએ કરી ઉમદા કામગીરી બદલ પેજ કમિટીના સભ્યોનો આભાર માન્યો હતો.
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જણાવ્યું હતું કે, ભાજપની પેજ સમિતિ અને પેજ પ્રમુખો માત્ર રાજકીય વ્યવસ્થા કે ચૂંટલીલક્ષી કાર્યો માટે જ નહીં પરંતુ સામાજિક વ્યવસ્થામાં ઉપયોગી કાર્યો કરી સમાજ જીવન સાથે ઊભા છે. ગુજરાતભરમાં પેજ સમિતિ કાર્યક્રમ અંતર્ગત 67 લાખ પેજ સમિતિનાં ફોર્મ ભરાઈને આવ્યાં છે.

One Day One District
- વન ડે વન ડિસ્ટ્રીક્ટ એ દેશમાં પ્રથમ પ્રયોગ છે.
- રાષ્ટીય કાર્યકારણીમાં ગુજરાતના પ્રયાસની પ્રધાનમંત્રી દ્વારા સરહાના
- રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ કરવા માટે રાષ્ટ્રીય કારોબારીમાં આહવાન
- અત્યાર સુધીમાં સાત જીલ્લામાં પૂર્ણ
- કાર્યકર્તા ઉપરાંત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને વિવિધ સમાજનાં અગ્રણીઓ સાથે ચોવીસ કલાક માં અલગ અલગ બેઠકો અને સંવાદ

સદસ્યતા અભિયાનમાં ગુજરાત
- તારીખ 16 જૂનથી લોન્ચ કરવામાં આવ્યું
- પહેલી વખત સદસ્યતા અભયાન માટેનું થીમ સોંગ લોન્ચ કરવામાં આવ્યું
- સૌથી વધુ સભ્યો બન્યા તેવા જિલ્લા મહાનગર 1) કર્ણવતી મહાનગર 2) સુરત જિલ્લો 3) ભરૂચ જિલ્લો 4) સુરત મહાનગર 5) ખેડા જિલ્લો
- છે

પ્રદેશ અધ્યક્ષનો ઝંઝાવતી પ્રવાસ
- બે વર્ષના કાર્યકાળમાં એક લાખ બત્રીસ હજાર કિલોમીટરનો સંગઠનાત્મક પ્રવાસ કરીને 841 કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
- આ દરમિયાન સીઆર પાટીલે 40 હજાર કિમીની પૃથ્વીની પ્રદક્ષિણા કરતાં ત્રણ ગણો પ્રવાસ ગુજરાતમાં કર્યો છે, જે ચંદ્ર ઉપર જવા કરતાંત્રીજા ભાગનું અંતર થાય છે.
- આ પ્રવાસમાં 33 જિલ્લા 8 મહાનગર એમ કૂલ 41 ક્ષેત્રનો સમાવેશ થાય છે.

સંગઠનાત્મક-સક્રિયતા
- 182 વિધાનસભા સીટો ઉપર પ્રભારીની નિમણુક
- 182 વિધાનસભામાં પ્રદેશ આગેવાનો દ્વારા ત્રણ દિવસનો રાજકીય અભ્યાસ માટે પ્રવાસ
- અલ્પકાલીન વિસ્તારકો દ્વારા આઠ હજાર પાંચસો શક્તિકેન્દ્રોમાં બુથનાં કાર્યકર્તા/પદાધીકારીનો સંપર્ક
- 111 વિધાનસભામાં છ માસ માટે પૂર્ણકાલીન વિસ્તારક કાર્યરત
- 35 વર્ષ કરતાં નીચેની ઉંમર નાં યુવાનો વિસ્તારક તરીકે ઉત્સાહ ભેર કામ કરી રહ્યાં છે.
- સાંસદો અને ધારાસભ્યોને પોતાની ગ્રાન્ટ ત્વરિત પ્રજાના વિકાસ કાર્યોમાં ફાળવણી કરવી
- ભાજપા ગુજરાત પ્રદેશના સંગઠન તેમજ ચૂંટણી પ્રક્રિયાને લગતા તમામ ડેટાબેઝની માહિતી એક જ સ્ક્રીન અને એકજ ક્લિક ઉપર અધ્યક્ષદ્વારા જોઈ શકાય તેવી એપ્લિકેશન બનાવવામાં આવી હતી.

પોલિટિકલ સંગઠનમાં સર્વ પ્રથમવાર પ્રયોગ
- સંગઠનના તમામ કાર્યકરોનો અને ગુજરાતના તમામ મતદારોનો ડેટાબેઝ ફીડ કરવામાં આવ્યો છે.
- બુથ કક્ષાએ કાર્યકરો દ્વારા એપ્લિકેશન દ્વારા આખા ગુજરાતના બાવન હજાર જેટલા બુથ ઉપર પચાસ લાખથી વધુ પરિવારોનો સીધો સંપર્ક
- કરી માહિતી( ડેટાબેઝ ) એપ્લિકેશન ઉપર જ એકત્ર કરવાનું શરૂ થયું.
- મતદારને ઓળખીને તેણે લીધેલા સરકારી લાભાલાભ સહિતની માહિતી ફીડ કરવામાં આવી
- જેઆ સ્થાનિક નેતાઓ માટે નાગરિકોના અભિપ્રાય એકત્ર કરવાનું શરૂ કરવામાં આવ્યું
- પ્રદેશ અધ્યક્ષ તમામ માહિતી અને એનલિસીસ સર્વે પર સીધી નજર રાખી શકે

વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ
- નરેન્દ્ર મોદીની મોટી પાંચ સભામાં લગભગ પંદર લાખ લોકો વડાપ્રધાન સાથે જોડાયા હતા.
- જેમાં નવસારી ( 5 લાખ), વડોદરા ( 3 લાખ)આટકોટ - રાજકોટ જિલ્લો ( 2 લાખ), દાહોદ ( 3 લાખ), અમદાવાદ - સરપંચ સંમેલન ( 2 લાખ જેમાં 95 હજાર જેટલા સરપંચોએ ભાગલીધો)નો સમાવેશ થાય છે.
- આ ઉપરાંત ઉત્તરપ્રદેશની ભવ્ય જીત બાદ અમદાવાદથી ગાંધીનગર ભવ્ય રોડ શો યોજ્યો હતો, જેમાં 4 લાખજેટલી જનમેદની જોડાઇ હતી.
- વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ગુજરાત સદાય વિકાસના કાર્યોમાં અગ્રેસસર રહ્યું છે.
- ડબલ એન્જિનની સરકારને કારણે ગુજરાતને ફાયદો વધુ થયો હતો. ખેડૂતો પાકના સારા ભાવ મળી રહ્યા છે.
- હિંદુ આસ્થાનું કેન્દ્ર પાવાગઢ મંદિર ઉપર પાંચસો વર્ષ બાદ વડાપ્રધાન દ્વારા ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતું.

સહકાર ક્ષેત્રેમાં ઝળહળતી સફળતા
ગુજરાતમાં કુલ સહકારી સંસ્થા 360માંથી 312 માં ભારતીય જનતા પાર્ટી સમર્થિત પેનલ જેની ટકાવારી 91 ટકા ભાજપ સમર્થિત.સહકારી ક્ષેત્રમાં પ્રથમ વખત પાર્ટીના મેન્ડેટની પ્રથા દાખલ કરવાને પરિણામે બે વર્ષમાં 171 સંસ્થાઓની ચૂંટણીમાંથી 170 સહકારીસંસ્થાઓમાં ઝળહળતો વિજય જેની ટકાવારી 99.08 ટકા સફળતા છે.

મોરચા દ્વારા કાર્યક્રમો
- યુવા મોરચા દ્વારા થયેલા કાર્યક્રમોની વિગત
- 417 મંડલ/વોર્ડમાં કુલ 33,883 બાઈકો સાથે 14 જૂનના રોજ વિકાસ તીર્થ બાઈક તિરંગા યાત્રા યોજવામાં આવી હતી.
- આ બાઇક તિરંગાયત્રામાં 377 બાઈક સાથે કુલ 53,377 કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.
- 23 થી 30 જૂન સુધીમાં શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
- આ સાથે ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા દરેક જિલ્લા/મહાનગર દ્વારા દરેક મંડળમાં બ્લડ ડોનેશન કાર્યક્રમ કરવામાંઆવ્યું હતું.
- જેમાં કુલ 41 જિલ્લા/મહાનગરમાં 392 રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
- જેમાં કુલ 37,661 રક્ત યુનિટ એકત્રિત કરવામાંઆવ્યું હતું.

બક્ષિપંચ મોરચા દ્વારા થયેલા કાર્યક્રમોની વિગત
- સમગ્ર ગુજરાતમાં 7200 ખાટલા બેઠકો યોજવામાં આવી છે.
- સાડા ત્રણ લાખથી પણ વધુ લોકો સાથે સીધો સંવાદ કરી કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની યોજનાઓની માહિતી આપવામાં આવી છે.

કિસાન મોરચા દ્વારા થયેલા કાર્યક્રમોની વિગત
- પ્રગતિશીલ કિસાન સન્માન 31 સ્થળે યોજાયો હતો, જેમાં 2780 લોકોને સન્માનિત કરવામાં આવ્યા છે.
- 114 વિધાનસભા વિસ્તારોમાં નમો કિશાન પંચાયત કાર્યક્રમ યોજાયો.
- કિસાનો દ્વારા 88140 પોસ્ટકાર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા છે.
- ઓનલાઇન ફેસબુકના માધ્યમથી 15 "ખેડૂત સંવાદ" કાર્યક્રમ યોજાયા છે, જેમાં 06 લાખથી વધુ ખેડૂતો જોડાયા હતા.

મહિલા મોરચા દ્વારા થયેલા કાર્યક્રમોની વિગત
- GeM પોર્ટલનો વર્કશોપ પ્રદેશ કાર્યાલય પર યોજાયો હતો, જેમાં 410 બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
- લઘુ ઉદ્યોગ કરતા 4,900 મહિલાઓનુંGem પર રજિસ્ટ્રેશન પૂર્ણ કર્યું અને 30 જુલાઈ સુધીમાં આ સિવાયનાં બીજા 10,000 રજિસ્ટ્રેશનનો લક્ષ્યાંક પૂરો કરવામાં આવશે.
- મહિલા મોરચા દ્વારા દરેક વિધાનસભામાં 1000 જેટલી મહિલા કાર્યકરોનો નવી નોંધણી કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.
- 180વિધાનસભામાં અત્યારસુધી 1,45,000 મહિલા કાર્યકરોની નોંધણી કરવામાં આવી છે.

અનુસુચિત જાતિ મોરચા દ્વારા થયેલા કાર્યક્રમોની વિગત
- 14 એપ્રીલ, 2022ના રોજ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરથી વડગામ સુધીની 15 કિલોમીટર લાંબી યાત્રામાં સામાજિકસમરસતા ક્ષેત્રે પ્રસંશનીય કાર્ય કરનારા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.
- આ કાર્યક્રમ અને રેલીમાં 15,000 લોકો જોડાયા હતા.
- 14 એપ્રીલ, 2022ના રોજ અનુસુચિત જાતિ મોરચા દ્વારા 14 સ્થાનોએ ભવ્ય "ભીમ વંદના" સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

ડૉક્ટર સેલ દ્વારા થયેલા કાર્યક્રમોની વિગત
- 15 મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના સુપોષણ અભિયાન અંતર્ગત ડૉક્ટર સેલ દ્વારા 22 હજારથી વધુ mtdtCtto બહેનોનીસોનોગ્રાફી કરી સેવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો.
- 1 જૂલાઇ રથયાત્રાના દિવસે મહેસાણા ખાતે પ્રદેશ mtkdtXlt મહામંત્રી રત્નાકરજીનીવિશેષ ઉપસ્થિતિમાં 1008 બાળકોને સુવર્ણ પ્રસન આપી સેવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો.
- તેમજ પાંચ મહાનગરોમાં રથયાત્રા દરમિયાનરથાયાત્રાના રૂટ પર મેડિકલ કેમ્પ યોજી ભક્તોની સેવા કરવામાં આવી હતી.

સુપોષણ અભિયાન
- સુપોષણ અભિયાન અંતર્ગત રાજયમાં 36 હજારથી વધુ કુપોષિત બાળકોનું મેડિકલ મોનિટરિંગ કરી જરૂરિયાત મંદ બાળકને ડૉક્ટર સેલનાતબીબ દ્વારા ફ્રીમા સારવાર આપી રહ્યા છે.
- સહકારી ડેરીની મદદથી કુપોષિત બાળકોને બાળઆહાર પ્રોટીન પાઉડર, પ્રોટીન બાર ચોકલેટ, સુખડી આપવામાં આવી છે.
- દર ત્રણ મહિને મોનિટરિંગ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં બે વખત મોનિટરીગ થયું છે.
- દરેક કાર્યકારે 1 કુપોષિત બાળક દત્તક લેવું એવું નક્કી કરવામાં આવ્યું છે.
- ગુજરાત ભાજપની કામગીરી જોઈ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પ્રભાવિત થાય છે, અને પોતાના સંસદીય વિસ્તારમાં આવી શરૂઆત કરી છે.
- રાષ્ટ્રીય કાર્યકારિણીમાં પણ ગુજરાત સંગઠનની કામગીરી ની પ્રશંશા થઈ છે.

આર્થિક સેલ દ્વારા થયેલા કાર્યક્રમોની વિગત
ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન વિષય અંતર્ગત 29 જિલ્લા અને મહાનગરમાં સંમેલન થઈ ચૂક્યા છે. દરેક સંમેલનમાં 300 થી 500 પ્રબુદ્ધનાગરિકો ઉપસ્થિત રહી છે.












Click it and Unblock the Notifications
