સીઆર પાટીલ સુરેન્દ્રનગરના પ્રવાસે, મોટી સંખ્યામાં હાજર કાર્યકરોને ચૂંટણી જીતવા હાંકલ કરી!
ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકિય પાર્ટીઓ જમીન પર સક્રિય થઈ ગઈ છે.
સુરેન્દ્રનગર : ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકિય પાર્ટીઓ જમીન પર સક્રિય થઈ ગઈ છે. ત્યારે હવે ભાજપ પણ જમીન પર સંગઠનને મજબુત કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે ત્યારે આજે ભાજપના ગુજરાત અધ્યક્ષ સીઆર પારીલ સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં મોટી સંખ્યામાં હાજર કાર્યકર્તાઓને ચૂંટણી જીતવા હાંકલ કરી હતી. આ કાર્યક્રમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

ભાજપ ગુજરાત અધ્યક્ષ અને સાંસદ સીઆર પાટીલે વન વે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ હેઠળ પેજ પ્રમુખો અને સુરેન્દ્રનગર જીલ્લાનાં સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે સંવાદ સાધ્યો હતો. અહીં ભાજપના કાર્યકર્તાઓએ સીઆર પાટીલનું ભવ્ય સ્વાગત કર્યુ હતુ. પાટીલે પણ ભવ્ય રોડ શો યોજીને કાર્યકર્તાઓને ચૂંટણી જીતવા માટે હાંકલ કરી હતી.
'વન ડે - વન ડિસ્ટ્રિક્ટ' અંતર્ગત સુરેન્દ્રનગર જીલ્લાનાં વઢવાણ ખાતે સંગઠનના હોદ્દેદારશ્રીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિશ્રીઓ સાથે સંવાદ સાધ્યો.
— C R Paatil (@CRPaatil) June 22, 2022
(1/2) pic.twitter.com/klXZmU0Tya
આ વર્ષના અંતમાં ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપ દ્વારા તૈયારીઓ જોરશોરથી શરૂ કરાઈ છે. હાલ બીજેપી ગુજરાતમાં પોતાના કાર્યકર્તાઓ સાથે જમીન પર ઉતરી છે. જે અંતર્ગત પાર્ટી કાર્યકર્તાઓથી લઇ પેજ પ્રમુખ અને નેતાઓને પણ અલગ-અલગ કામગીરી સોંપવામાં આવી રહી છે. ત્યારે આજે સી આર પાટીલે વઢવાણ ખાતે બીજેપી કાર્યકર્તાઓને એક પ્રયોગ કરવા જણાવ્યું છે.
પ્રદેશ મહામંત્રી શ્રી @VinodChavdaBJP જી, કેબિનેટ મંત્રી શ્રી @KiritsinhJRana જી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી વર્ષાબેન દોષી, જીલ્લા પ્રમુખ શ્રી @Jagdish_Bjp_ જી, પૂર્વ ઉપાધ્યક્ષ શ્રી @IKJadejaBJP જી,ધારાસભ્યશ્રીઓ, પેજ સમિતિનાં સભ્યશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.(2/2) pic.twitter.com/ih8DXAWIYo
— C R Paatil (@CRPaatil) June 22, 2022
રાજ્યમાં ચૂંટણી જીતવા ભાજપ દ્વારા નવો પ્રયોગ શરૂ કરાયો છે. સુરેન્દ્રનગરમાં સીઆર પાટીલે કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે પ્રચાર માટે ભાજપે નવતર પ્રયોગ કરશે. જેના અનુસંધાનમાં પાર્ટીના કાર્યકર્તાઓએ અન્ય મત વિસ્તારના પોતાના સગા-સંબંધીઓને ફોન અને મેસેજ કરવાના રહેશે. આ મેસેજ દ્વારા બીજેપી ઘર ઘર સુધી પહોંચશે.












Click it and Unblock the Notifications
