Crime News : ઘરમાંથી મળ્યા 4 મૃતદેહ, બાળકોની હત્યા કરીને માતાપિતાએ કરી આત્મહત્યા
Crime News : પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે માતા-પિતાએ ઘરના એક રૂમની છત પર લટકીને આત્મહત્યા કરતા પહેલા તેમના બાળકોની હત્યા કરી હતી, એક અધિકારીએ જણાવ્યું હતું.
Crime News : નવસારી જિલ્લાના રાવનિયા ગામમાં રવિવારના રોજ એક ગોઝારી ઘટના બની હતી. ગામમાં એક જ પરિવારના 4 લોકોની લાશ મળી હતી. આ ચાર લોકોમાં એક ચાર મહિનાની અને એક સાત વર્ષની બાળકી તેમજ તેમના માતા-પિતાનો સમાવેશ થાય છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાઇ રહ્યું છે કે, માતા-પિતાએ ઘરના એક રૂમની છત પર લટકીને આત્મહત્યા કરતા પહેલા તેમના બાળકોની હત્યા કરી હતી.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, બે બાળકોના મૃતદેહ જમીન પર પડેલા મળી આવ્યા હતા. વાંસદા પોલીસ ઇન્સ્પેક્ટર બી. એમ. ચૌધરીએ જણાવ્યું હતું કે, બાળકોના માતા-પિતાએ તેમનું ગળું દબાવીને હત્યા કરી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે, પરિવારના મુખ્ય સભ્યની ઓળખ ચુન્નીલાલ ગાવિત (ઉંમર વર્ષ 39) તરીકે થઈ છે, જેઓ દમણની એક આયુર્વેદિક કંપનીમાં કામ કરતા હતા. પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે, દંપતીએ તેમના બે બાળકોની હત્યા કર્યા બાદ રૂમમાં લટકીને આત્મહત્યા કરી હતી. આ ઘટનાનું કારણ હજૂ સુધી જાણી શકાયું નથી અને હાલ તપાસ ચાલી રહી છે.












Click it and Unblock the Notifications
