Crime News : મંદિરમાં ચોરી કરવાના આરોપમાં ટોળાએ યુવકની કરી હત્યા, ચાર સામે નોંધાઇ ફરિયાદ
Crime News : પોરબંદર શહેરમાં મંદિરમાંથી પૈસાની ચોરી કરવાના આરોપમાં એક યુવકને માર મારવામાં આવ્યો છે. પોરબંદર પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. હાલ આ ઘટનામાં વધુ આરોપીની શોધ ચાલી રહી છે.
Crime News : સૌરાષ્ટ્રમાં મોબ લિંચિગની ઘટના સામે આવી છે. મંદિરમાંથી પૈસા ચોરી કરવાના આરોપમાં ભીડ દ્વારા એક યુવકની હત્યા કરવામાં આવી હોવાની ઘટના પોરબંદરમાં ઘટી છે. પોલીસે આ ઘટનામાં 4 આરોપીઓની સામે કેસ દાખલ કર્યો છે.

ટોળાએ શ્યામને માર્યો હતો માર
માનવતાને શર્મસાર કરે તેવી આ ઘટના પોરબંદર શહેરની છે. આ ઘટના ગુરુવારની રાત્રે બની હતી. મૃતકનું નામ શ્યામ (26) હતું.
શ્યામના પિતા કિશોરે જણાવ્યું હતું કે, મારો પુત્ર શ્યામ સાયકલ પર એસિડ અને ફિનાઇલ વેચતો હતો. બુધવારના રોજ તે બોખીરાવિસ્તારમાં હતો. ત્યારે વછડા દાદા મંદિરે એભલ કડાછા, લાખા ભોગેશરા, રાજુ બોખીરીયા અને અન્યોએ તેને અટકાવ્યો અને માર માર્યોહતો.
શ્યામને માર માર્યા બાદ તેને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. જે બાદ તે જ સાંજે તેનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હતું.

મંદિરમાંથી પૈસાની ચોરી કરવાનો આરોપ
કિશોરે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે તે પોલીસ સ્ટેશન પહોંચ્યો, ત્યારે તેને કહેવામાં આવ્યું કે, વછડા દાદા મંદિરમાંથી કોઈએ પૈસાની ચોરીકરી છે. મંદિરના ટ્રસ્ટીઓએ ચોરીની કબૂલાત માટે શ્યામને બળજબરીથી માર માર્યો હતો. જોકે, તેણે આ ગુનો કર્યો ન હતો.

ચાલી રહી છે આરોપીની શોધખોળ
કિશોરે જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ દર્શાવે છે કે, શ્યામ અનેક આંતરિક ઇજાઓને કારણે મૃત્યુ પામ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચના પોલીસઈન્સ્પેક્ટર એચ. કે. શ્રીમાળીએ જણાવ્યું હતું કે, અમે પીડિતાને માર મારતા આરોપીઓના પુરાવા એકત્ર કર્યા છે. ચાર આરોપીઓની શોધચાલી રહી છે.












Click it and Unblock the Notifications
