Crime News : બેંકમાં ઘુસીને બે ગ્રાહકોએ અધિકારીની કરી ધોલાઇ, જુઓ વીડિયો
Crime News : મનીષ ધનગરે તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે શુક્રવારે તે બેંકમાં બેસીને કામ કરી રહ્યો હતો, ત્યારે એક ગ્રાહક, જેનું નામ સમર્થ બ્રહ્મભટ્ટ હોવાનું કહેવાય છે, તે બેંકમાં પહોંચ્યો અને તેને માર મારવા લાગ્યો હતો.
Crime News : નડિયાદ શહેરમાં બે લોકો દ્વારા બેંકમાં ઘુસીને અધિકારીને માર મારવાની ઘટના સામે આવી છે. પુરી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. ફરિયાદ મળ્યા બાદ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી અનુસાર, મનીષ ધાંગર બેંક ઓફ ઇન્ડિયાની નડિયાદના કપડવંજ શાખામાં પોસ્ટેટ છે અને લોન ડેસ્કમાં કામ કરી રહ્યા છે.

ધનગરે તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે, શુક્રવારના રોજ તે બેંકમાં બેસીને કામ કરી રહ્યો હતો, ત્યારે એક ગ્રાહક, જેનું નામ સમર્થ બ્રહ્મભટ્ટ હોવાનું કહેવાય છે, તે બેંકમાં પહોંચ્યો અને તેને માર મારવા લાગ્યો હતો. સમર્થ સાથે તેનો મિત્ર પાર્થ પણ હાજર હતો અને પાર્થે બેંક અધિકારીને પણ માર માર્યો હતો.
પીડિત બેંક અધિકારીએ જણાવ્યું કે, સમર્થે તેને ત્રણથી ચાર વાર થપ્પડ મારી અને લાત પણ મારી હતી. જ્યારે અન્ય બેંક સ્ટાફે દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે બંને આરોપીઓએ તેમને પણ માર માર્યો હતો. પીડિત અધિકારીના જણાવ્યા અનુસાર આરોપીએ બેંકમાંથી હોમ લોન લીધી છે.
#WATCH | An employee of the Bank of India, Nadiad branch was thrashed by a customer over the issue of a bank loan on 3rd February. Case registered under SC-ST (Prevention of Atrocities Act) in Nadiad Town Police Station#Gujarat pic.twitter.com/JJbMzA2cOO
— ANI (@ANI) February 5, 2023
આવી સ્થિતિમાં મનીષ ધનગર આરોપીને તેના ઘરની વીમા પોલિસીની કોપી બેંકમાં જમા કરાવવા માટે બોલાવતો હતો. બીજી તરફ આરોપી વીમાની નકલ બેંકમાં જમા કરાવવા માંગતા ન હોવાથી તેણે બેંકના અધિકારીને ધમકાવ્યો હતો અને બાદમાં બેંકમાં આવીને મારપીટ કરી હતી. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.












Click it and Unblock the Notifications
