For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાના સંક્રમણને રોકવા ગુજરાતના 3 મહાનગરોમાં કર્ફ્યૂ 24 એપ્રિલ સુધી વધાર્યું

કોરોનાના સંક્રમણને રોકવા ગુજરાતના 3 મહાનગરોમાં કર્ફ્યૂ 24 એપ્રિલ સુધી વધાર્યું

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતના 3 મહાનગરોમાં કોરોના સંક્રમણને ફેલાતો રોકવા માટે લગાવવામાં +આવેલ કર્ફ્યૂને 24 એપ્રિલ સુધી લંબાવી વધારી દેવામાં આવ્યું છે. આ મહાનગરોમાં અમદાવાદ, રાજકોટ અને સુરત સામેલ છે. આ શહેરોમાં જ સૌથી વધુ કોરોનાના દર્દી છે. આ શહેરોમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. માટે પોલીસ પ્રશાસન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, અહીં કોઈપણ પ્રકારની ઢીલ આપવામાં નહિ આવે.

shivanand jha

ગુજરાતના ડીજીપી શિવાનંદ જાએ મંગળવારે કહ્યું કે, અમારો અનુરોધ છે કે તમે લોકો તમારા ઘરમાં જ રહો, છૂટ મળવા પર માસ્ક પહેરીને જ બહાર નીકળો. સાથે જ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પણ ધ્યાન રાખો. જે લોકો લૉકડાઉન, સોશિયલ ડિસ્ટેન્સિંગ અથવા કર્ફ્યૂનું ઉલ્લંઘન કરશે, તેમને પકડી તેમના પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના વિવિધ શહેરોમાં કર્ફ્યૂમાં બહાર નિકળતા લોકો પર સતત નજર રાખવામાં આવી રહી છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ડીજીપીએ જણાવ્યું કે અમદાવાદમાં 142 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત સુરતમાં અપરાધમાં 104 અને રાજકોટમાં અપરાધમાં અત્યાર સુધીમાં 52 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ મહાનગરોમાં સંક્રમણ પર કાબૂ મેળવવા માટે કર્ફ્યૂની અવધી વધારવાને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ઉચ્ચાધિકારીઓની બેઠક થઈ હતી. પછી 24 એપ્રિલ સુધી કર્ફ્યૂ વધારવાને લઈ ફેસલો લેવામાં આવ્યો.

લૉકડાઉનઃ 10 હજારમાં 2 કલાક માટે પત્નીનો સોદો કર્યો, તે 3 દિવસ બાદ સામે આવી અને...લૉકડાઉનઃ 10 હજારમાં 2 કલાક માટે પત્નીનો સોદો કર્યો, તે 3 દિવસ બાદ સામે આવી અને...

English summary
curfew extended till 24th april in ahmedabad, surat and rajkot
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X