બિપોરજોય વાવાઝોડાને કારણે ડુમ્મસના દરિયામાં કરંટ, સાત થી આઠ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા

બિપોરજોય વાવાઝોડુ ગુજરાતને ધમરોળવા ધીરે ધીરે કિનારા તરફ આગળ વધી રહ્યુ છે. જેમ જેમ વાવાઝોડુ કિનારા તરફ આગળ વધી રહ્યુ છે તેમ તેમ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. સુરતના ડુમ્મસના દરિયામાં પણ ભારે મોજા ઉછળ્યા હતા.

બિપોરજોય જેમ જેમ કિનારા નજીક આવી રહ્યુ છે તેમ તેમ તંત્રના શ્વાસ અધ્ધર થઈ રહ્યા છે. વાવાઝોડાને પગલે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મોટુ નુકસાન થવાની સંભાવના છે ત્યારે પુરા રાજ્યનો દરિયો હાલ રૌદ્ર સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે.

ddd

વાવાઝોડુ આજે કિનારા સાથે ટકરાવાની સંભાવના છે ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. ભારે પવન સાથે દરિયામાં મહાકાય મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. અહેવાલો અનુસાર, સુરતના ડુમ્મસના દરિયા કિનારે 8 ફુટ સુધીના મોજા ઉછળી રહ્યા છે. અહીં દરિયામાં આવેલા દરિયાઈ ગણેશ મંદિરના પગથિયા સુધી દરિયાના પાણી પહોંચી રહ્યા છે.

વાવાઝોડાને પગલે જાનહાનિ ટાળવા સતત પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. કિનારા પર લોકોની અવરજવર રોકી દેવાઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X