For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Cyclone: વાવાઝોડાંને કારણે ગુજરાતમાં 40 હજાર ઝાડ અને 16,500થી વધુ ઘર પ્રભાવિત

Gujarat Cyclone: વાવાઝોડાંને કારણે ગુજરાતમાં 40 હજાર ઝાડ અને 16,500થી વધુ ઘર પ્રભાવિત

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રથી ગુજરાત પહોંચ્યા બાદ ચક્રવાતી તોફાન તૌકતે હવે કમજોર પડી ગયું છે. તૌકતેને કારણે મહારાષ્ટ્ર અને ગુજરાત બંને રાજ્યોમાં ભારે નુકસાન થયું છે. કેટલાય જિલ્લાઓમાં ઝાડ અને વીજળીના થાંભલા જમીનદોસ્ત થઈ ગયા છે. મોડી રાતે 185 કિમી પ્રતિ કલાકની ગતિએ ગુજરાત તટ સાથે ટકરાયા બાદ વાવાઝોડું કમજોર પડી ગયું છે. અને હવે સુરેન્દ્રનગરથી થઈ આ વાવાઝોડું રાજસ્થાન તરફ ફંટાશે.

તૌકતેએ તબાહી મચાવી

તૌકતેએ તબાહી મચાવી

અમરેલી અને ભાવનગરથી થતાં વાવાઝોડું તૌકતે હવે લગભગ ગુજરાતમાંથી પસાર થઈ ચૂક્યું જ છે. જ્યારે તોફાનની અસર હજી પણ યથાવત છે. કેટલાક વિસ્તારોમાં તેજ હવાઓ સાથે વરસાદનો સિલસિલો યથાવત છે. સાવચેતીના ભાગરૂપે આજે (મંગળવારે) બપોરના 1 વાગ્યા સુધી સુરત એરપોર્ટ બંધ રાખવામાં આવ્યો છે. વાવાઝોડાના કારણે અરબી સમુદ્રમાં જહાજ ફસાતાં 410 લોકોના જીવ જોખમાયા હતા, નેવી દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.

મુખ્યમંત્રીએ બેઠક યોજી

મુખ્યમંત્રીએ બેઠક યોજી

ગૃહમંત્રી અમિત શાહે સીએમ વિજય રૂપાણી સાથે ફોન પર વાત કરી વાવાઝોડાની સ્થિતિ અંગે જાણકારી હાંસલ કરી. સાથે જ મહારાષ્ટ્ર અને રાજસ્થાનના સીએમ સાથે પણ વાત કરી. વાવાઝોડાને કારણે 4 લોકો મૃત્યુ પામ્યા હોવાની પુષ્ટિ થઈ છે. વિજય રૂપાણીએ વાવાઝોડાની સ્થિતિને લઈ હાઈલેવલ મીટિંગ કરી. જેમાં તટીય વિસ્તારોમાંપડતા 14 જિલ્લાના અધિકારીઓ સામેલ થયા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે વાવાઝોડાના કારણે 3 લોકોના મોત થયાં છે. આ ઉપરાંત 40 હજાર ઝાડ અને 16,500થી વધુ ઘર પ્રભાવિત થયાં છે.

40 હજારથી વધુ ઝાડ અસરગ્રસ્ત

Cyclone Tauktae: કમજોર પડ્યું વાવાઝોડું, 4 જહાજ સમુદ્રમાં ફસાયાં, 127 લોકો લાપતા, ટૉપ 10 અપડેટCyclone Tauktae: કમજોર પડ્યું વાવાઝોડું, 4 જહાજ સમુદ્રમાં ફસાયાં, 127 લોકો લાપતા, ટૉપ 10 અપડેટ

કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ તબાહી

કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ તબાહી

જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં પણ વાવાઝોડાના કારણે 6 લોકોના મોત થયાં હતાં અને 9 લોકો ઘાયલ થયા છે. અહીં પણ મોટી સંખ્યામાં ઝાડ અને વીજળીના થાંભલાને નુકસાન થયું હોવાનું મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પુષ્ટિ કરી છે. આ ઉપરાંત ઠાકરેએ રાહત કાર્યોમાં તેજી લાવવા માટે નિર્દેશ આપ્યા છે. જણાવી દઈએ કે કર્ણાટકમાં પણ વાવાઝોડું તૌકતેએ કેર મચાવ્યો હતો. રાજ્યના 121 ગામ પ્રભાવિત થયાં છે. તબાહી દરમિયાન કર્ણાટકના 4 લોકો મૃત્યુ પણ પામ્યા છે.

English summary
cyclone affected 40,000 trees and more than 16,500 homes in Gujarat: CM Rupani Cornfirms
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X