Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ચક્રવાત બિપરજોય Live updates: અમિત શાહે પ્રભાવિત ક્ષેત્રોનુ કર્યુ હવાઈ નિરીક્ષણ, મુખ્યમંત્રી પણ જોડાયા

Cyclone Biparjoy Live updates: અરબ સાગરમાં સર્જાયેલા આ વર્ષના પ્રથમ વાવાઝોડા 'બિપરજોય'એ ખૂબ જ ગંભીર સ્વરૂપ ધારણ કર્યુ છે. જેના કારણે દક્ષિણ પશ્ચિમ ચોમાસાને અસર થશે. હવામાન વિભાગ કહી રહ્યું છે કે કેરળમાં ચોમાસા માટે સ્થિતિ સંપૂર્ણ રીતે અનુકૂળ છે અને તે આજે અથવા કાલે અહીં દસ્તક આપશે, પરંતુ વાવાઝોડાની અસર થશે. તેમણે મુંબઈ-ગોવા, કર્ણાટક-કેરળ અને ગુજરાતમાં તોફાનને લઈને એલર્ટ જાહેર કર્યુ છે. વાવાઝોડા 'બિપરજોય'ના પળેપળના સમાચાર પર અમારી નજર છે. ત્વરિત અપડેટ્સ માટે આ પેજને રિફ્રેશ કરતા રહો.

Cyclone Biparjoy

Jun 17, 2023, 8:39 pm IST

ચક્રવાત દરમિયાન 3400 ગામોમાં વીજળી બંધ થઈ ગઈ હતી, જેમાંથી 1600 ગામોમાં વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવી છે. મને તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે 20 જૂનની સાંજ સુધીમાં તમામ ગામોમાં વીજળીકરણ થઈ જશેઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
Jun 17, 2023, 8:09 pm IST

1 લાખથી વધુ માછીમારોને સુરક્ષિત કરવામાં આવ્યા છેઃ અમિત શાહ

કુલ 1,08,208 લોકો, 73,000 પ્રાણીઓને સુરક્ષિત અને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવ્યા હતા. પવનના જોરદાર ઝાપટાંથી ઝાડ ઉખડી ન જાય તે માટે લગભગ 3,27,890 વૃક્ષોની કાપણી કરવામાં આવી હતી. તમામ જિલ્લામાંથી 4,317 જેટલા હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા હતા અને 21,585 જેટલી બોટને દરિયામાંથી બહાર કાઢવામાં આવી હતી. 1 લાખથી વધુ માછીમારોને કિનારે લાવવામાં આવ્યાઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ
Jun 17, 2023, 8:08 pm IST

વીજળી પુનઃસ્થાપિત કરવા માટે 1133 ટીમો તૈનાત કરાઈઃ શાહ

NDRFની 19 ટીમો, SDRFની 13 ટીમો અને રિઝર્વ 2 બટાલિયનોએ સાથે મળીને કામ કર્યું હતું. ભારતીય સેના, નેવી, એરફોર્સ, કોસ્ટ ગાર્ડ, બીએસએફ, સ્ટેટ રિઝર્વ પોલીસ, રાજ્ય પોલીસે સાથે મળીને કામ કર્યું છે. મોબાઈલ ટાવર, હોસ્પિટલોમાં જ્યાં વીજળી નથી ત્યાં ડિજી સેટ લગાવવામાં આવ્યા છે. વીજળી સુચારુ બનાવવા માટે 1133 ટીમો કાર્યરત છે, આવતીકાલથી તેમની સાથે 400 વધુ ટીમો ઉમેરવામાં આવશે: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ
Jun 17, 2023, 8:07 pm IST

ચક્રવાતમાં એક પણ જીવ નથી ગયોઃ ગૃહમંત્રી

વડા પ્રધાન મોદીએ સમીક્ષા બેઠક યોજી હતી જેમાં સિસ્ટમને એલર્ટ કરવા માટે અલગ બેઠકો, વીડિયો કોન્ફરન્સિંગ અને માહિતીની આપ-લે કરવામાં આવી હતી. જ્યારે ચક્રવાત 140 કિમીની ઝડપે દરિયાકાંઠે અથડાય છે અને ત્રીજા દિવસે તેની સમીક્ષા કરવામાં આવે છે, ત્યારે જાણવા મળે છે કે એક પણ વ્યક્તિએ જીવ ગુમાવ્યો નથી, તો તે કામ કરવાનો સંતોષ છે: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ
Jun 17, 2023, 7:28 pm IST

ગુજરાત સરકાર સહાય પેકેજની કરશે જાહેરાત: અમિત શાહ
Jun 17, 2023, 7:28 pm IST

વિસ્થાપિતોને ફરિથી રહેવામાં મદદ કરવી એ અમારી પ્રાયોરીટી છે: શાહ
Jun 17, 2023, 7:27 pm IST

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં સારા ટીમવર્કના લીધે ચક્રવાત બિપરજોય લોકોને ઓછામાં ઓછુ નુકશાન પહોંચાડે તેવા પગલા લેવામાં આવ્યા હતા: શાહ
Jun 17, 2023, 7:24 pm IST

આ બચાવકાર્યમાં NDRFની 19 ટીમ, એસડીઆરએફની 13 અને બે રિઝર્વ બટાલીયને પોતાનો જીવ જોખમમાં મુકી બચાવકાર્ય કર્યું: શાહ
Jun 17, 2023, 7:24 pm IST

1 લાખથી વધુ માછીમારોને કિનારે લાવી તેમનો જીવ બચાવવાનુ કામ ભારત સરકાર અને ગુજરાતે કર્યુ: શાહ
Jun 17, 2023, 7:23 pm IST

4317 હોર્ડિંગ્સ હટાવવામાં આવ્યા જેથી તેનાથી લોકોને ખતરો ના થાય: શાહ
Jun 17, 2023, 7:21 pm IST

73000 પશુંઓને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા, વૃક્ષો ઉખડી ના જાય માટે વૃક્ષોને ઉપરથી કાપવામાં આવ્યા જેથી તે જમીનમાંથી ઉખડે નહીં અને ઓછું નુકશાન થાય: શાહ
Jun 17, 2023, 7:20 pm IST

ચક્રવાત વચ્ચે 3 દિવસમાં 707 પ્રસુતી સફળ રીતે કરવામાં આવી: અમિત શાહ
Jun 17, 2023, 7:19 pm IST

અમિત શાહની પ્રેસ કોન્ફરન્સ

અસરગ્રસ્ત વિસ્તારોની વિજળી જલ્દી રિસ્ટોર કરવામાં આવશે: અમિત શાહ
Jun 17, 2023, 6:47 pm IST

અમિત શાહ ભુપેન્દ્ર પટેલની કલેક્ટર સાથે બેઠક

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ચક્રવાત બિપરજોયથી પ્રભાવિત વિસ્તારોમાં પરિસ્થિતિનો તાગ મેળવવા ભુજમાં કલેક્ટર કચેરી ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
Jun 17, 2023, 6:45 pm IST

ઉત્તર પ્રદેશમાં પણ ચક્રવાત બિપરજોયની અસર

ચક્રવાત બિપરજોયની અસર ઉત્તર પ્રદેશ પર પણ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
Jun 17, 2023, 6:44 pm IST

ચક્રવાત બિયપરજોયના લીધે 500 થી વધુ પક્ષીઓના મોત, એશિયાઇ સિંહ સુરક્ષિત

વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર દ્વારકા, જામનગર અને કચ્છમાં ચક્રવાત બિપરજોયના કારણે 500 થી વધુ પક્ષીઓના મોત થયા છે. જો કે તમામ એશિયાઇ સિંહો સલામત મળી આવ્યા છે.
Jun 17, 2023, 2:49 pm IST

કચ્છ પહોંચ્યા અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના કચ્છમાં ચક્રવાત બિપરજોયથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું.
Jun 17, 2023, 2:26 pm IST

પવનની ગતિ ઘટીઃ એનડીઆરએફના ડીજી

એનડીઆરએફના ડીજી અતુલ કરવલે કહ્યું કે પવનની ગતિ ઓછી થઈ છે. અમે ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓ અને રાજસ્થાનના દક્ષિણ ભાગમાં ભારે વરસાદની અપેક્ષા રાખીએ છીએ. અમારી પાસે ગુજરાતમાં 18 ટીમો છે, 2 રાજસ્થાનમાં, 1 દીવમાં અને કેટલીક રિઝર્વમાં છે. ગુજરાત સરકારે એક અદ્ભુત યોજના બનાવી જેના કારણે આપણે એક પણ જીવ ગુમાવ્યો નથી.
Jun 17, 2023, 1:31 pm IST

4,600થી વધુ ગામોમાં વીજળી ડૂલ

ચક્રવાત બિપરજોય રાજ્યમાં ત્રાટક્યા પછી 4,600થી વધુ ગામોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. આ દરમિયાન હજારો વીજ થાંભલા ધરાશાયી થયા હતા. હવે વીજ વિભાગ માટે વિજળી પુનઃસ્થાપિત કરવી એક પડકાર બની રહેશે.
Jun 17, 2023, 1:29 pm IST

શેલ્ટર હોમની પણ મુલાકાત લેશે

અમિત શાહ શેલ્ટર હોમની પણ મુલાકાત લેશે અને લોકોને મળશે. આ પછી તેઓ માંડવી જશે અને અસરગ્રસ્તોને મળશે. બાદમાં ગૃહમંત્રી ભુજમાં સ્વામી નારાયણ મંદિરની મુલાકાત લેશે અને અસરગ્રસ્તો માટે ખાદ્યપદાર્થો અને અન્ય સુવિધાઓની સમીક્ષા કરશે.
Jun 17, 2023, 1:29 pm IST

અમિત શાહ કચ્છ અને જખૌ બંદરની મુલાકાત લેશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચક્રવાત 'બિપરજોય'થી પ્રભાવિત વિસ્તારોમાં પરિસ્થિતિની સમીક્ષા કરવા ગુજરાતના કચ્છ અને જખૌ બંદરની મુલાકાત લેશે. તેઓ સીએમ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ બેઠક કરશે. તે પહેલા અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ પણ કરશે.
Jun 17, 2023, 10:52 am IST

બનાસકાંઠામાં ભારે વરસાદ

ગુજરાતના બનાસકાંઠામાં ભારે વરસાદ પડી રહ્યો છે.
Jun 17, 2023, 10:50 am IST

હજારો વૃક્ષો અને વીજ થાંભલા પડ્યા

ગુજરાતના કચ્છમાં 80,000થી વધુ વીજ થાંભલા તૂટી ગયા હતા. જ્યારે માર્ગો પર સર્વત્ર વૃક્ષો અને વૃક્ષો ધરાશાયી થયા છે.
Jun 17, 2023, 9:29 am IST

દ્વારકાધીશ મંદિર ખુલ્યુ

વાવાઝોડા બિપરજોય બાદ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર ખુલતા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
Jun 17, 2023, 9:28 am IST

માંડવીમાં વૃક્ષો ધરાશાયી

માંડવીમાં ચક્રવાતી તોફાન બિપરજોયની અસરને કારણે વીજ થાંભલા અને વૃક્ષો ધરાશાયી થયા હતા.
Jun 17, 2023, 9:07 am IST

માંડવીમાં ભારે વરસાદ

ચક્રવાત બિપરજોયની અસરને કારણે ગુજરાતના માંડવીમાં ભારે વરસાદ થયો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે.
Jun 17, 2023, 8:35 am IST

અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે આવશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે આવશે. અમિત શાહ દિલ્હીથી સીધા કચ્છના ભુજ ખાતે પહોંચશે.
Jun 17, 2023, 7:29 am IST

ઉદયપુરમાં દેખાઈ વાવાઝોડા બિપરજોયની અસર

રાજસ્થાનના ઉદયપુરમાં શનિવારે સવારે ચક્રવાતી તોફાન 'બિપરજોય'ની અસર જોવા મળી હતી. ઉદયપુરમાં વરસાદ પડી રહ્યો છે. દરમિયાન બીજા માળેથી કાચ પડતાં એક કારને નુકસાન થયું હતું.
Jun 17, 2023, 7:27 am IST

સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી

અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો. આજે પણ ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
Jun 17, 2023, 7:20 am IST

બનાસકાંઠામાં મોટા પ્રમાણમાં નુકશાન

બનાસકાંઠા જિલ્લાના થરાદ, લાખણી, ભાભર, સૂઈગામ સહિતના તાલુકામાં ભારે નુકશાન થયુ છે. મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશાયી થયા છે. પતરાવાળા મકાનોના છાપરા-પતરા ઉડી ગયા છે. આખી રાત ધોધમાર વરસાદ વરસ્યો છે.
READ MORE

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X