Cyclone Biporjoy Update : ચક્રવાત બિપોરજોયને કારણે 67 ટ્રેન રદ્દ, જાણો અન્ય ખાસ અપડેટ
Cyclone Biporjoy Update : હાલ ગુજરાતમાં ચક્રવાત બિપોરજોયનું જોખમ તોળાઇ રહ્યું છે. ચક્રવાતને કારણે ઘણા લોકોનું સ્થળાંતર કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. આવામાં આ ચક્રવાતની અસર રેલવે પર પણ પડી છે. ચક્રવાત બિપોરજોયના જોખમને ધ્યાનમાં રાખીને 67 ટ્રેન રદ્દ કરવામાં આવી છે.
બિપોરજોય ગુરુવારના રોજ જખૌમાં લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. સીપીઆરઓ પશ્ચિમ રેલવે દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.

બિપોરજોય ચક્રવાતને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ સાવચેતીના પગલા તરીકે ચક્રવાત સંભવિત વિસ્તારોમાં 67 ટ્રેનોના સંચાલનને સંપૂર્ણપણે રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન મુસાફરો માટે સુરક્ષા સંબંધિત વિવિધ સાવચેતીઓ પણ લેવામાં આવી રહી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ રવિવારના રોજ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ચક્રવાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજો ચક્રવાત બિપરજોયને પગલે ગુજરાતના દરિયાકાંઠે પેટ્રોલિંગ કરી રહ્યા છે, એમ સોમવારે સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.
ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ મનીષ પાઠકે સોમવારે જણાવ્યું હતું કે, ભારતીય કોસ્ટ ગાર્ડે ચક્રવાત બિપોરજોયને ધ્યાનમાં રાખીને તમામ નિવારક પગલાં લીધા છે.
DDG પાઠકે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે, અમે તમામ માછીમારોને ચેતવણી આપી છે, જોકે, ભારતના પશ્ચિમ કિનારે 1 જૂનથી 31 જુલાઈ સુધી માછીમારી પર પ્રતિબંધ ચાલુ રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચક્રવાત બિપોરજોયને કારણે ઊભી થયેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે કેન્દ્ર તેમજ ગુજરાતના મંત્રાલયો/એજન્સીઓની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.
એક સત્તાવાર નિવેદન અનુસાર, વડાપ્રધાન મોદી વરિષ્ઠ અધિકારીઓને રાજ્ય સરકાર સંવેદનશીલ સ્થળોએ રહેતા લોકોને બહાર કાઢવા અને વીજળી, ટેલિકોમ, આરોગ્ય, પીવાનું પાણી વગેરે જેવી તમામ આવશ્યક સેવાઓ પુનઃસ્થાપિત કરવા માટે તમામ સંભવિત પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો.












Click it and Unblock the Notifications
