Cyclone Biporjoy Update: નાણાં મંત્રીએ બિપોરજોય ચક્રવાત અંગે બેંક અને વીમા કંપની સાથે યોજી બેઠક
Cyclone Biporjoy Update: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણના જાહેર સાહસની બેંક અને વીમા કંપનીઓના મેનેજિંગ ડિરેક્ટર્સ સાથે બેઠક કરી હતી. જેમાં ચક્રવાત બિપોરજોયને ધ્યાનમાં રાખીને તૈયારીઓની સમિક્ષા કરી હતી.
અત્રે નોંધનીય બાબત છે કે, અત્યંત ગંભીર ચક્રવાતી તોફાનતરીકે વર્ગીકૃત બિપોરજોય ગુરુવારના રોજ ગુજરાતના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે.

નાણા મંત્રાલયે ટ્વીટ કર્યું હતું કે, બેંક અને વીમા કંપનીઓના એમડીએ બિપરજોય ચક્રવાતને પગલે લેવામાં આવેલા સાવચેતીના પગલાં વિશે વિગતવાર માહિતી આપી હતી. મીટિંગ દરમિયાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, તમામ આપત્તિ વ્યવસ્થાપન નિયમોનું પાલન કરવાની સાથે કર્મચારીઓને તેના વિશે જાગૃત કરવા જોઈએ.
અન્ય એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, સીતારણે જણાવ્યું હતું કે, બેંકો અને વીમા કંપનીઓએ સુનિશ્ચિત કરવું જોઈએ કે, બિપોરજોય ચક્રવાત દરમિયાન કર્મચારીઓને પૂરતી સંભાળ, ખોરાક અને દવા મળી રહે.
આ સાથે ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, જાનહાનિ, મત્સ્યઉદ્યોગ, પશુધન, પાક, બોટ અને સંપત્તિના નુકસાન અંગેના દાવાઓનો ઝડપથી નિકાલ થવો જોઈએ.
આવા સમયે, દિલ્હીમાં આયોજિત ભારતીય જનતા પાર્ટીના મહા જન સંપર્ક અભિયાનમાં, સીતારમણે જણાવ્યું હતું કે, કોવિડ રોગચાળા દરમિયાન સરકાર દ્વારા સમજદાર નાણાકીય વ્યવસ્થાપનએ ભારતને સૌથી વધુ દેવાદાર રાષ્ટ્ર બનવાથી બચાવ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે, જે લોકો આરોપ લગાવી રહ્યા છે કે, ભારતનું દેવું વધી ગયું છે, તેઓ એ જ લોકો છે, જેમણે સરકારને મહામારી દરમિયાન પૈસા છાપવા અને વહેંચવાની સલાહ આપી હતી. જો સરકારે તેમની સલાહ સ્વીકારી હોત, તો આપણે અત્યાર સુધીનો સૌથી વધુ દેવાદાર દેશ બની ગયો હોત અને વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા ન બની હોત.












Click it and Unblock the Notifications
