ઓખી વાવાઝોડું નબળું પડ્યું, સીએમ એ કરી સુરતમાં સમીક્ષા

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત સુધી પહોંચતા પહેલા ઓખી વાવાઝોડું થોડું નબળું પડ્યું છે તેવી જાણકારી હવામાન ખાતાએ આપી છે. તેમ છતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સુરત પહોંચીને આ અંગે એક મીટિંગ કરીને તમામ વ્યવસ્થા અંગે સમીક્ષા કરી હતી. વધુમાં જામનગરનાં નવા બંદરેથી ત્રણ નંબરનું સિગ્નલ હટાવાયું ફરીથી બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તેમ છતાં તંત્ર દ્વારા સાવચેતી અને એલર્ટને યથાવત રાખવામાં આવ્યો છે. વધુમાં સુરત સમેત આ વિસ્તારની અનેક શાળામાં બુધવારે રજા જાહેર કરવામાં આવી છે. વધુમાં ઓલપાડના કરંજ પારડી ગામે પ્રાથમિક શાળામાં 200થી વધુ લોકોનું સ્થળતર કરાયું છે. અને કુવાદ ગામે પણ 50 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું.

Vijay Rupani

નોંધનીય છે કે સંભવિત ઓખી વાવઝોડા અંગે EC પણ સતર્ક છે. તેણે ગુજરાત સરકાર પાસે આ અંગે રિપોર્ટ મગાવ્યો છે. જો કે પહેલા ભારે વરસાદના પગલે 9મી તારીખના મતદાન અંગે પણ ચર્ચા થવાની હતી પણ હાલ ઓખી નબળું તારીખ યથાવત જ રખાશે. નોંધનીય છે કે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે તંત્ર તમામ મુશ્કેલીને પહોંચી વળવા ખડે પગે ઊભું છે. જો કે ભલે ઓખી વાવાઝોડું હાલ નબળું પડ્યું હોય પણ વરસાદના કારણે અમદાવાદ, વડોદરા, સુરતમાં ઠેર ઠેર ઠંડીના ચમકારા અને વરસાદી રમઝટે લોકોની મુશ્કેલી વધારી છે.

English summary
Gujarat Chief Minister Vijay Rupani chairs a meeting in Surat to oversee preparedness in wake of Cyclone Ockhi.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.