કર્ણાટક પછી ગુજરાતમાં ખાબકશે વાવાઝોડું, અમરેલી-પોરબંદર હાઈ અલર્ટ પર
કર્ણાટક પછી ગુજરાતમાં ખાબકશે વાવાઝોડું, અમરેલી-પોરબંદર હાઈ અલર્ટ પર
નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ મુજબ ચક્રવાતી તોફાન 'વાયુ' ઉ્તર-પશ્ચિમ તરફથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જે બાદ ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની આશંકા છે માટે હવામાન વિભાગે ગુજરાતમાં હાઈ અલર્ટ જાહેર કર્યું છે, મળેલ માહિતી મુજબ આ ચક્રવાતી તોફાનની અસર મહારાષ્ટ્રમાં પણ જોવા મળશે. માટે મુંબઈમાં આગામી 48 કલાક માટે અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, આ તોફાનને કારણે તેજ હવાઓની સાથે વરસાદ થવાની આશંકા છે.
|
કર્ણાટકમાં ચક્રવાત વાયુનો ખતરો
પરંતુ આ તોફાનની અસર ગુજરાત અને મુંબઈથી પહેલા કર્ણાટકમાં જોવા મળ્યો છે, મેંગલુરુ જિલ્લા પ્રશાસને ઉલ્લાલમાં દરિયા કાંઠે બોલ્ડર સ્થાપિત કર્યાં છે. જ્યારે કઠિન સમુદ્રી પરિસ્થિતિઓ પેદા થતી હોય છે ત્યારે આવું કરવું પડતું હોય છે, આ દરમિયાન સમુદ્રમાં ઉંચી લહેરો ઉઠવાની આશંકા હોય છે, તટીય વિસ્તારની આજુબાજુમાં લોકોને હટાવવા કહેવામાં આવ્યું છે, અહીંથી સ્થિતિ વધુ ખતરનાક થઈ શકે છે, આ ચક્રવાતના કારણે આજે કર્ણાટકના તટીય વિસ્તારોમાં ભારે વરસાદ થવાની આશંકા છે.

પોરબંદર, અમરેલી, સોમનાથમાં હાઈ અલર્ટ
વિભાગનું કહેવું છે કે ચક્રવાતી તોફાન વાયુ 12-13 જૂન દરમિયાન સૌરાષ્ટ્રના તટ પર પહોંચશે, જેનાથી પોરબંદર, મહુવા, વેરાવળ અને દિવમાં 110-120 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ હવાઓ ફુંકાશે, એટલું જ નહિ હવાની ગતિ 135 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, તોફાનને કારણે અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ સહિત તટીય વિસ્તાર વેરાવળ, ભુજ અને સુરતમાં સામાન્ય વરસાદ જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, વેરાવળ, જામનગર, પોરબંદર અને કચ્છ સહિતના કેટલાય વિસ્તારોમાં તેજ હવાઓ સાથે ભારે વરસાદ થવાની આશંકા છે.

13-14 જૂને બધી સ્કૂલ કોલેજમાં રજાનું એલાન
તોફાનને પગલે ગુજરાત-મુંબઈમાં હાઈઅલર્ટ છે, તટ વિસ્તારોમાં આપદા નિયંત્રક ટીમને તહેનાત કરી દેવામાં આવી છે. આગલા કેટલાક દિવસ માટે માછીમારોને પણ સમુદ્રમાં ન જવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.

કર્મચારીઓની રજા રદ્દ
અમરેલી કલેક્ટરે તોફાનને ધ્યાનમાં રાખી તમામ કર્મચારીઓની રજા રદ્દ કરી દીધી છે, જ્યારે રાજકોટના કમિશ્નરે 13 અને 14 જૂને તમામ સ્કૂલ-કોલેજ બંધ રાખવા આદેશ કર્યો છે.

24 કલાક બહુ મહત્વના છે
હવામાન વિભાગ મુજબ 24 કલાકમાં અરબ સાગરમાં નિમ્ન દબાણ વાળા વિસ્તાર વધુ ઉંડા થઈ જશે જેનાથી તટીય વિસ્તારોમાં ભારે વરસાદ થશે, જો કે રાહતની વાત એ છે કે આ તોફાન મહારાષ્ટ્રના તટીય વિસ્તારથી નહિ કટરાય જેના કારણે તેજ હવાઓ અને સમુદ્રી વિક્ષોભ પેદા થઈ શકે છે.
-
Weather News: યુપી-દિલ્હી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં








Click it and Unblock the Notifications
