Cyclone Vayu: વાયુનો ખતરો ટળ્યો છતાં ગુજરાતમાં હાઈ અલર્ટ, સ્કૂલ-કોજેલ આજે પણ બંધ

Cyclone Vayu: વાયુનો ખતરો ટળ્યો છતાં ગુજરાતમાં હાઈ અલર્ટ, સ્કૂલ-કોજેલ આજે પણ બંધ

અમદાવાદઃ ચક્રવાતી તોફાન વાયુ હવે ગુજરાતના તટથી નહિ ટકરાય, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રાજીવને કહ્યું કે ચક્રવાત હવે સમુદ્રી તટથી ટકરાય તેવી આશંકા નથી, આ માત્ર દરિયા કાંઠેથી નીકળશે પરંતુ તેનો પ્રભાવ જોવા મળશે અને તેજ હવાની સાથે વરસાદ પણ થશે. ખતરો ભલે ટળી ગયો હોય, પરંતુ ગુજરાત સરકાર સ્થિતિને ગંભીર માની રહી છે, રદ્દ કરાયેલ રેલ અને હવાઈ ટ્રાન્સપોર્ટેશન હજુ ચાલુ નથી કરાયું. આજે પણ સ્કૂલ-કોલેજ બંધ છે.

સીએમ રૂપાણીએ આદેશ આપ્યા

શુક્રવારે સવારે ચક્રવાત પ્રભાવિત દસ જિલ્લાની સમીક્ષા કરવામાં આવશે, તટીય જિલ્લા દ્વારકા, પોરબંદર, વેરાવળ, સોમનાથ અને અમરેલીમાં દસ ઈંચથી વધુ વરસાદની ચેતવણીને પગલે સરકારે સુરક્ષા અને બચાવ કર્મીઓને શુક્રવારે સવાર સુધી યથાસ્થાન રહેવાના નિર્દેશ જાહેર કર્યા છે, ચક્રવાતની અસરથી ગત 24 કલાકમાં રાજ્યભરના વાતાવરણમાં બદલાવ આવ્યો છે.

હવામાન વિભાગની ચેતવણી

ભારતીય હવામાન વિભાગે કહ્યું કે ચક્રવાત હવે ઓમાન તરફ વધી ગયું છે, જો કે હજુ પણ રાજ્યમાં હવામાનમાં બદલાવ આવી શકે છે. જેને પગલે સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ગુજરાત સરકારે 3.1 લાખ લોકોને તોફાનને આશંકા વાળા વિસ્તારમાંથી બહાર કાઢ્યા છે. 500 ગામમાંથી લોકોને સ્થળાંતરિત કરી 200 સુરક્ષિત ઠેકાણે રાખવામાં આવ્યા છે. એનડીઆરએફે પોતાની 52 ટીમને રેસ્ક્યૂ અને રિલીફ ઓપરેશન્સ માટે પહેલા જ તહેનાત કરી દીધા હતા.

98 ટ્રેન કેન્સલ કરાઈ

વાયુને ધ્યાનમાં રાખી કેન્દ્ર પશ્ચિમ રેલવેએ ગુજરાતના તટીય વિસ્તારમાંથી નીકળતી 98 ટ્રેન રદ કરી દીધી છે. જેમાં 70 ટ્રેટને સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવી છે જ્યારે 28ને આંશિક રૂપે રદ્દ કરવામાં આવી છે. આ ટ્રેનોને 15 જૂન સુધી બંધ કરી દેવામાં આવી છે.

સ્કૂલ-કોલેજ આજે પણ બંધ

ગુજરાત ટેક્નોલોજિકલ યૂનિવર્સિટીએ પોતાની પરીક્ષા તિથિઓને આગળ વધારી દીધી છે. મેડિકલમાં 13 જૂનથી ઓનલાઈન એડમિશન પ્રક્રિયા શરૂ થવાની હતી, પરંતુ હવે આ ટાળી દેવામાં આવી છે, ગુજરાતના 10 જિલ્લામાં સ્કૂલ, કોલેજ અને આંગણવાડીઓમાં બે દિવસની રજા જાહેર કરી દેવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X