Cyclone Biparjoy: બિપરજોયનો અર્થ શું? વાવાઝોડાના નામકરણ કેવી રીતે થાય છે?
Cyclone Biparjoy Meaning: અરબ સાગરમાં સર્જાયેલું શક્તિશાળી વાવાઝોડુ 'બિપરજોય' આજે રાતે 8થી 9 વાગ્યાની વચ્ચે જખૌના દરિયાકાંઠે ત્રાટકશે. તે ખૂબ જ ખતરનાક છે અને આ કારણોસર ગુજરાત સહિત આઠ રાજ્યોમાં તેને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતને સૌથી વધુ અસર થશે અને તેથી જ અહીં રેડ એલર્ટ ચાલુ છે.
તમને જણાવી દઈએ કે આ વર્ષનું આ પહેલું વાવાઝોડું છે જે અરબ સાગરમાં સર્જાયુ છે અને લાંબા સમયથી દરિયામાં બનવાને કારણે ખૂબ જ ખતરનાક બની ગયું છે. આવું વાવાઝોડુ છેલ્લામાં 31 વર્ષમાં આવ્યુ નથી.

તમને જણાવી દઈએ કે આ વખતે બાંગ્લાદેશે આ તોફાનને નામ આપ્યું છે, જેનો બંગાળી ભાષામાં અર્થ 'ખુશી' છે. તેની અસર પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ઓમાનમાં પણ જોવા મળશે. પાકિસ્તાનમાં આ તોફાનના કારણે સિંધુ ક્ષેત્રમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. આવો જાણીએ આ વાવાઝોડાઓના નામ કોણ રાખે છે.
તમને જણાવી દઈએ કે વાવાઝોડાને નામ આપવા માટે એક સંસ્થા છે, જે આખા વર્ષ દરમિયાન વૈકલ્પિક રીતે વાવાઝોડાને નામ આપે છે. વર્ષ 1953માં વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી, જે વાવાઝોડાનો રેકોર્ડ રાખતી હતી, પરંતુ તે તેનું કામ યોગ્ય રીતે કરી શકતી ન હતી અને તે પછી વર્ષ 2004માં હવામાન વિભાગ દ્વારા આઠ સભ્યોની એક સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં નિશ્ચિત થયું કે તેઓ વાવાઝોડાને મૂળાક્ષરોના ક્રમમાં નામ આપશે. જો કે હવે આ સમિતિના સભ્યોની સંખ્યા વધીને 13 થઈ ગઈ છે.
આ 13 દેશોમાં ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, પાકિસ્તાન, માલદીવ, ઓમાન, શ્રીલંકા, થાઈલેન્ડ, ઈરાન, કતાર, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત યમનનો સમાવેશ થાય છે.
પહેલા તોફાનોનું નામ મહિલાઓના નામ પર રાખવામાં આવતુ હતું, જેના પર કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો, ત્યારબાદ હવે ચક્રવાતનું નામ પુરુષોના નામ પર પણ રાખવામાં આવે છે. આ બધા પાછળનો હેતુ એક જ છે કે આ નામો લોકોના મગજમાં તરત જ ક્લિક થઈ જાય માટે ક્રેઝી શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે.
ચક્રવાત વાસ્તવમાં એક ફરતો વાયુનો ઢગલો છે, જે ખૂબ જ ભયંકર હોય છે, તે એક કુદરતી પ્રક્રિયા છે પરંતુ તેનાથી ઘણો વિનાશ થાય છે. દૂરથી તે અંગ્રેજીના U અક્ષર જેવો દેખાય છે. જ્યારે ગરમ હવાની આસપાસ નીચા વાતાવરણીય દબાણને કારણે નીચા દબાણનું નિર્માણ થાય છે, ત્યારે તે જન્મે છે અને તે ખતરનાક વાવાઝોડામાં ફેરવાય છે અને આ સમય દરમિયાન ભારે વરસાદ અને ખૂબ જ જોરદાર પવન આવે છે.
-
ટ્રમ્પ ટેરિફ: દવાઓ પર લાગશે 100% ટેરિફ! ટ્રમ્પે મેટલ ઈમ્પોર્ટના નિયમો કડક કર્યા, ભારત પર કેટલી અસર થશે? -
Weather News: UP-MP સહિત 9 રાજ્યોમાં Rain Alert, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત




Click it and Unblock the Notifications
