For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election: ગાંધીનગર જિલ્લાની દહેગામ બેઠકના રાજકીય અને જાતિવાદી સમિકરણ

ગાંધીનગર જિલ્લાની દહેગામ બેઠકના રાજકીય અને જાતિવાદી સમિકરણ

By Desk
|
Google Oneindia Gujarati News

Gujarat Election: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગાંધીનગર જિલ્લાની દહેગામ બેઠકના રાજકીય અને જાતિવાદી સમિકરણની ચર્ચા કરીએ તો, આ બેઠક ગાંધીનગર જિલ્લાની એક બેઠક છે. ગાંધીનગરમાં 4 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. જે પૈકીની એક બેઠક એટલે દહેગામ વિધાનસભા બેઠક.

dahegam

દહેગામ વિધાનસભા બેઠકમાં દહેગામ તાલુકાના 54 ગામોનો સમાવેશ થાય છે. જેમાં, કૂલ મતદારોની સંખ્યા 2.21 લાખ નોંધાયેલી છે. જેમાં, 1.12 લાખ જેટલા પુરૂષ મતદારો અને 1.09 લાખ સ્ત્રી મતદારો નોંધાયેલા છે. જ્યારે, દહેગામ મતવિસ્તારમાં કૂલ 255 મતદાન મથકો આવેલા છે. ગાંધીનગર જિલ્લાની દહેગામ તાલુકાની આ વિધાનસભા બેઠકના જ્ઞાતિવાદી સમિકરણની ચર્ચા કરવામાં આવે તો, આ બેઠકમાં ખાસ કરીને ઠાકોર મતદારોનું પ્રભુત્વ રહેલું છે. આ ઉપરાંત ક્ષત્રિય મતદારો પણ વર્ચસ્વની દ્રષ્ટીએ મહત્વપુર્ણ માનવામાં આવે છે.

ગાંધીનગર જિલ્લાની આ દહેગામ બેઠક સામાન્યતઃ કોંગ્રેસ તરફી માનવામાં આવે છે. પરંતું, 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના સિટીંગ ધારાસભ્ય કામીનીબા રાઠોડ઼ની હાર થઇ હતી અને ભાજપના બલરાજસિંહ ચૌહાણ વિજેતા થયા હતા. જ્યારે, 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે વર્તમાન ધારાસભ્ય બલરાજ સિંહ ચૌહાણને રિપિટ કર્યા છે. તો, કોંગ્રેસે વખતસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે, આમ આદમી પાર્ટીમાંથી સુહાગ પંચાલ મેદાનમાં છે.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામીનીબા રાઠોડને ટિકિટ ન મળતાં નારાજ થઇ કોંગ્રેસ સામે બળવો કરીને ભાજપમાં સામેલ થઇ ગયા છે. કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં સામેલ થતાં કોંગ્રેસની મુશ્કેલી વધી ગઇ છે. ત્યારે, આવનારા સમયમાં હવે આ બેઠક ભાજપ જાળવી રાખે છેકે, કોંગ્રેસના ફાળે જાય છે, આમ આદમી પાર્ટી કબ્જો જમાવે છે તે ચૂંટણી પરિણામથી જાણી શકાશે.

English summary
dahegam seat political scenario in gujarat vidhansabha election
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X