દાહોદ: 6.48 કરોડના ખર્ચે એડિશનલ ચીફ કોર્ટનું નવીન ભવન બનશે
Dahod: રાજ્યના છેવાડાના નાગરિકોને ઝડપી અને સરળ ન્યાય ઉપલબ્ધ થાય તે માટે સરકાર કટિબદ્ધ છે. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં રૂપિયા 6.48 કરોડના ખર્ચે 10000 ચોરસ મીટર વિસ્તારમાં આધુનિક સુવિધાયુક્ત એડિશનલ ચીફ કોર્ટનું નવીન ભવન નિર્માણ પામશે.
આ માટેની ટેન્ડર પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે તેમ, ધારાસભ્ય મહેશ ભુરીયાના પ્રશ્નના જવાબમાં કાયદા મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું.

કાયદા મંત્રી પટેલે ધારાસભ્યશ્રીના પેટા પ્રશ્નનો પ્રત્યુતર આપતા કહ્યું હતું કે, ઝાલોદમાં હાલ પણ કોર્ટ પોતાના ભવનમાં કાર્યરત છે.
આગામી 20-25 વર્ષની જરૂરિયાતોને ધ્યાને લઈને કોર્ટનું વિશાળ આધુનિક સુવિધાયુક્ત ભવન તૈયાર કરવામાં આવશે. જેમાં ચાર કોર્ટ રૂમ, લાઇબ્રેરી, જજ ઓફિસ સહિત અરજદાર- વકીલોને ધ્યાને રાખીને સુવિધાયુક્ત કોર્ટનું નિર્માણ કરવામાં આવશે તેમ, તેમણે ઉમેર્યું હતું.












Click it and Unblock the Notifications
