દલિત યુવાનને સારા કપડા-ગોગલ્સ પહેરવા પર ઢોર માર માર્યો, બચાવવા આવેલી માને પણ ના છોડી
Gujarat Dalit Youth Thrashed: દેશમાં દલિતો પર હુમલાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ગુજરાતમાં એક દલિત યુવકને માત્ર એટલા માટે નિર્દયતાથી મારવામાં આવ્યો કે તેણે સારા કપડાં અને સનગ્લાસ પહેર્યા હતા. આ જોઈને કેટલાક ઘમંડી લોકો ગુસ્સે ભરાયા હતા અને તેઓએ યુવકને ઢોર માર માર્યો હતો.
21મી સદીમાં પણ દલિત યુવક પર આ રીતે હુમલો કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની છે, જ્યાં મંગળવારે પાલનપુર તાલુકાના મોતા ગામમાં કહેવાતા ઉચ્ચ જાતિના લોકોને એક દલિત યુવકને સારા કપડાં પહેરવા અને સનગ્લાસ પહેરવાનુ ગમ્યુ નહિ.

વળી, પુત્રને બચાવવા આવેલી માતાને પણ હુમલાખોરોએ છોડી ન હતી. આરોપ છે કે તેમણે મહિલાના કપડા પણ ફાડી નાખ્યા હતા. હુમલામાં પીડિતા અને તેની માતા ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પીડિતા જીગર શેખલિયાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદના આધારે સાત લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પીડિતાએ એફઆઈઆરમાં આરોપ મૂક્યો છે કે ઉચ્ચ જાતિના લોકોએ તેને અને તેની માતાને એટલા માટે ઢોર માર માર્યો કારણ કે તેઓ સારા કપડાં પહેરવા અને સનગ્લાસ પહેરવા બદલ તેના પર ગુસ્સે હતા.
પોલીસને આપેલી ફરિયાદમાં કહેવાયું છે કે મંગળવારે સવારે જ્યારે પીડિત યુવક તેના ઘરની બહાર ઊભો હતો ત્યારે સાતમાંથી એક આરોપી તેની પાસે આવ્યો હતો. અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિએ કહ્યુ કે તુ બહુ હવામાં ઉડી રહ્યો છે.
ત્યારબાદ, તે જ દિવસે રાતે જ્યારે પીડિત ગામના મંદિરની બહાર ઉભો હતો ત્યારે લાકડીઓ અને સળિયાથી સજ્જ આરોપી તેની પાસે આવ્યા અને તેને પૂછ્યું કે તે શા માટે આવા કપડાં પહેરે છે અને સનગ્લાસ કેમ પહેરે છે. અને આટલુ કહીને તેને નિર્દયતાથી મારવા લાગ્યા. પુત્રને બચાવવા આવેલી માતાને પણ આરોપીઓએ ઢોર માર માર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.












Click it and Unblock the Notifications
