• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાજ્યના ડેમમાં 50 ટકાથી વધુ ખાલી, છતા સરકાર ખેડૂતોને આપશે પાણી

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર : ચોમાસામાં વરસાદ ખેંચાવાને કારણે રાજ્યના ડેમમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે અને ડેમનો જળ સંગ્રહ તેમની કુલ સંગ્રહ ક્ષમતાના 47.54 ટકા છે, નર્મદા અને જળ સંસાધન, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા બુધવારના રોજ આ અંગે જાણકારી આપવામાં આવી હતી. રાજ્યમાં 200થી વધુ ડેમ અને જળાશયોમાં પાણીનું સ્તર તેમની કુલ સંગ્રહ ક્ષમતાના અડધાથી ઓછું છે. તેમ છતાં રાજ્ય સરકારે ઉભા પાકને નુકસાન અટકાવવા માટે 5 લાખ હેક્ટર જમીનમાં સિંચાઈ માટે ડેમમાંથી પાણી આપવાનું નક્કી કર્યું છે.

ભારતીય હવામાન વિભાગ (IMD)એ બુધવારના રોજ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વરસાદની અછત રહે છે, અત્યાર સુધી નોંધાયેલા સામાન્ય વરસાદથી -45 ટકાની અછત છે. IMDના અહેવાલ મુજબ ગુજરાતમાં 1 જૂનથી 10 ઓગસ્ટ વચ્ચે સામાન્ય વરસાદથી -45 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ સમયગાળા માટે 458.8 mm સામાન્ય વરસાદની સામે રાજ્યમાં માત્ર 252.7 mm વરસાદ નોંધાયો છે. સરકારે જણાવ્યું હતું કે, 207 ડેમોમાંથી માત્ર પાંચ ડેમ કાંઠે ભરાયા છે, અને તેમાંથી ચાર ડેમ સૌરાષ્ટ્ર અને એક દક્ષિણ ગુજરાતમાં છે.

ચાલુ ખરીફ સિઝનમાં 75,73,106 હેક્ટર જમીનમાં વાવણી પૂર્ણ થઈ ગઈ હોવાને કારણે રાજ્ય સરકારે 30 સપ્ટેમ્બર સુધી પીવાનું પાણી પુરૂ પાડ્યા બાદ 5 લાખ હેક્ટર જમીનમાં ડેમમાંથી ઉભા પાકને પાણી આપવાનું નક્કી કર્યું છે. મંગળવારના રોજ આ અંગેના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા.

ગુજરાતના 33 જિલ્લાઓમાંથી અરવલ્લી અને ગાંધીનગરમાં ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં "અછત" વરસાદ નોંધાયો છે, જ્યારે બાકીના 31 જિલ્લાઓમાં "અપૂરતો" વરસાદ નોંધાયો છે. IMDએ આ અંગે એક અહેવાલમાં જાણકારી આપી હતી.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલા ઝોન મુજબના આંકડા અનુસાર દક્ષિણ ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદના 31.2 ટકા સાથે પૂર્વ-મધ્ય વિસ્તારોમાં 34.72 ટકા, સૌરાષ્ટ્રમાં 33.8 ટકા, કચ્છમાં 31.74 ટકા અને ઉત્તર ભાગમાં 31.2 ટકા વરસાદ નોંધાયો છે.

English summary
The water level in the state's dams is declining due to monsoon rains and the dam's water storage is 47.54 per cent of their total storage capacity, the Narmada and Water Resources, Water Supply and Kalpsar Department said on Wednesday. Water levels in more than 200 dams and reservoirs in the state are less than half of their total storage capacity.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X