For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ આદિવાસી વિસ્તાર ડાંગ હવે બનશે ઑર્ગેનિક ખેતી કરતો જિલ્લો

રાજ્ય સરકારે ઑર્ગેનિક ફાર્મિંગ માટે સિક્કિમ મોડલ અપનાવવાની પૂરી તૈયારી કરી લીધી છે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ રાજ્ય સરકારે ઑર્ગેનિક ફાર્મિંગ માટે સિક્કિમ મોડલ અપનાવવાની પૂરી તૈયારી કરી લીધી છે અને આદિવાસી વિસ્તાર ડાંગને 100 ટકા ઑર્ગેનિક કૃષિ જિલ્લો બનાવવાનો નિર્ણય કર્યો છે. ડાંગ જિલ્લાની સમગ્ર કૃષિલાયક જમીનને ઑર્ગેનિક ફાર્મિંગ વિસ્તારમાં ફેરવવાની અને ડાંગના કૃષિ ઉત્પાદકોને સર્ટિફાઈડ ઑર્ગેનિક ઉત્પાદકો તરીકે પ્રમોટ કરવાની યોજના છે.

farming

ડાંગ જિલ્લા આદિવાસીઓ પહેલેથીજ ખેતીની ઑર્ગેનિક પદ્ધતિ પર આશ્રિત હતા પરંતુ કેમિકલ ખાતર અને પેસ્ટીસાઈડ્ઝનો ઉપયોગ ધીમે ધીમે વધવા લાગ્યો. રાજ્ય સરકારના સૂત્રોનુ કહેવુ છે કે સિક્કિમ રાજ્ય દેશમાં 100 ટકા ઑર્ગેનિક ખેતી કરતુ પ્રથમ રાજ્ય જાહેર કરવામાં આવ્યુ છે. સૂત્રો દ્વારા વધુમાં કહેવામાં આવ્યુ છે કે એક અધિકૃત પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે. સિક્કિમ અને ડાંગની ભૌગોલિક સ્થિતિ સમાન છે. આવતા 5 વર્ષોમાં ડાંગ જિલ્લાની લગભગ 53,000 હેક્ટર્સ એક ઑર્ગેનિક ફાર્મિંગ જિલ્લામાં ફેરવાઈ જશે.

અધિકારીઓના જણાવ્યા મુજબ સરકાર કૃષિમાં કોઈ પણ પ્રકારના બાહ્ય સિન્થેટીક ઈનપુટ્સ અને જીનેટીકલી મોડીફાઈ કરેલ ઑર્ગેનિઝમને પ્રતિબંધિત કરી દેશે. ડાંગમાં ટૂંક સમયમાં કેમિકલ ખાતર અને પેસ્ટીસાઈડ્ઝ વેચતી બધી દુકાનોને બંધ કરી દેવામાં આવશે. સરકાર ઑર્ગેનિક ફાર્મિંગ જૂથોને પ્રોત્સાહન આપશે. સૂત્રોના જણાવ્યા મુજબ ડાંગ જિલ્લાને સંપૂર્ણપણે ઑર્ગેનિક ફાર્મિંગ જિલ્લામાં ફેરવવા માટે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્પાદનની માંગણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા જિલ્લામાં ખેડૂતોની કૃષિને પ્રોત્સાહન આપવામાં આવશે. NPOP(National Programme for Organic Production)હેઠળ ઉત્પાદનના મોટાપાયે થર્ડ પાર્ટી પ્રમાણપત્ર પણ સૂચિત છે.

હાલમાં ડાંગમાં મગફળી, તુવેર, કાળા અડદ,ચણા, ઘઉં, કેરી, કાજુ તેમજ વિવિધ શાકભાજીનુ ઉત્પાદન થાય છે. સ્થાનિક ખેડૂતો ખાસ ઈન્સેટીવ આપવામાં આવશે. ખેતી સાથે પશુપાલનમાં પણ ઑર્ગેનિક પ્રેકટીસ શરૂ કરવામાં આવશે. જે ખેડૂતો ઑર્ગેનિક ખેતી અપનાવશે તેમના ઑર્ગેનિક ઉત્પાદનોના વેચાણ અને માર્કેટીંગ માટે સરકાર મોટાપાયે મદદ કરશે. ડાંગ મોડલના આધારે સરકાર અન્ય જિલ્લાઓમાં પણ ઑર્ગેનિક ફાર્મિંગ આગળ વધારવાની યોજના બનાવી રહી છે.

બાબરીઃ અડવાણી, ઉમા ભારતી સહિત અન્યની મુક્તિ સામે આજે સુનાવણીબાબરીઃ અડવાણી, ઉમા ભારતી સહિત અન્યની મુક્તિ સામે આજે સુનાવણી

English summary
Dang district of Gujarat will become an organic farming district.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X