વરસાદથી ભરપૂર ડાંગમાં પાણીની અછત, વાસ્મોએ લગાવ્યા નળ

Written By: Lekhaka
Subscribe to Oneindia News

આમ તો ડાંગમાં ગુજરાતનો સૌથી વધુ વરસાદ પડે છે અને ડાંગ ગુજરાતનું ચેરાપૂંજી ગણાય છે. ડાંગમાં સરેરાશ 100થી 125 ઇંચ જેટલો વરસાદ પડે છે, પરંતુ તેની ભૌગૌલિક પરિસ્થિતિને કારણે ડાંગમાં પાણીની અછત સર્જાવા લાગે છે. વર્ષોથી આ સમસ્યા હોવા છતાં સરકાર આ સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ લાવી શકી નથી. ત્યારે આ પરિસ્થિતિના ઉકેલ રૂપે વાસ્મો દ્વારા ડાંગના ઉખાટિયા ગામે ગ્રામીણો માટે પાણી માટે ચોવીસ કલાકની વ્યવસ્થા કરવામાં આવે છે.

Gujarat

ચોવીસ કલાક પાણી મેળવતું ઉખાટિયા ડાંગનું એકમાત્ર ગામ બન્યું છે. ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ગલકુંડ ગ્રામ પંચાયત હેઠળ આવેલા ઉખાડિયા ગામમાં વાસ્મો સંસ્થાએ 10 લાખ રૂપિયાના ખર્ચે પાણીના નળની વ્યવસ્થા કરી છે, તેને પરિણામે આજે ગામના લોકો નિયમિત પાણી મેળવી શકે છે. તેમજ બાળકો નિયમિત સ્નાન કરીને અભ્યાસ માટે જઈ શકે છે, તો મહિલાઓને બીજે પાણી ભરવા જઈને જે સમય બગાડવો પડતો હતો તે સમયની બચત થાય છે. આથી મહિલાઓ પણ ઘણી ખુશ છે.

English summary
Dang Water Crisis, Vasmo has a solution.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.