"ડાંગ ધ લિટલ નોન પેરેડાઇઝ ઓફ ઇન્ડિયા'નું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન
ગાંધીનગર: મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ગુજરાતના પ્રાકૃતિક વૈવિધ્ય સંપદા ધરાવતા વનવાસી ડાંગ પ્રદેશની વિશેષતાઓ અને સાંસ્કૃતિક પારંપારિક ગાથાને વાચા આપતા પુસ્તક "ડાંગ ધ લિટલ નોન પેરેડાઈઝ ઓફ ઈન્ડિયા''નું ગાંધીનગરમાં વિમોચન કર્યું.
ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર એન્ડ કેમિકલ્સ લિ.ના ચેરમેન કમ મેનેજીંગ ડાયરેક્ટર અધિક મુખ્ય સચિવ ડૉ. સુદીપકુમાર નંદા આલેખિત આ કોફી ટેબલ બૂકનું રન્નાદે પ્રકાશને પ્રકાશન કર્યું છે.
આનંદીબહેન પટેલે કુદરતના ખોળે ખુમારી વચ્ચે જીવતા ડાંગના આદિજાતિ બાંધવો -પરિવારોની ગાથા તથા અધ્યાત્મ, આયુર્વેદ, ઈતિહાસ અને સંસ્કૃતિની વિરાસત ધરાવતા દંડકારણ્ય ડાંગ પ્રદેશની વિકાસ યાત્રાને આ પુસ્તકમાં બખૂબી વર્ણવાઈ છે તે માટે અભિનંદન આપ્યા હતા.

પુસ્તકના લેખક ડૉ.નંદાએ પોતાના સનદી સેવાના ગુજરાતમાં કાર્યકાળ દરમિયાન ડાંગ પ્રદેશના જનજીવન- નાગરિકો સાથેના સ્વાનુભવો વર્ણવ્યા હતા.
સાહિત્યકાર રઘુવીર ચૌધરીએ આ અવસરને વનવાસી સંસ્કૃતિને વિશ્વ સમક્ષ મુકવાનો અવસર ગણાવ્યો હતો. આ અવસરે ડાંગી ભગત - વૈધ, વરિષ્ઠ સચિવશ્રીઓ અને સાહિત્યકારો ઉપસ્થિત રહ્યાં હતા.












Click it and Unblock the Notifications
