For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PMના સ્વાગતમાં સુરતના શણગાર..જુઓ તસવીરો..

સુરત શહેરમાં પીએમ મોદીના સ્વાગતની તાડમાર તૈયારીઓ કરવામાં આવી છે. આખું શહેર રોશનીથી ઝગમગી ઉઠ્યું છે.

By Oneindia
|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર સુરત આવી રહ્યાં છે. 16 એપ્રિલને શુક્રવારના રોજ સાંજે 6.45 કલાકે નરેન્દ્ર મોદી સુરત પહોંચશે. સુરત શહેરમાં પીએમ મોદીના સ્વાગતની તાડમાર તૈયારીઓ કરવામાં આવી છે. આખું શહેર રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. સુરતના ગૌરવપથ રોડને સ્વાગતપથમાં ફેરવી નાખવામાં આવ્યો છે.

સ્વાગતની તૈયારીમાં કોઇ કચાશ નહીં

સ્વાગતની તૈયારીમાં કોઇ કચાશ નહીં

એરપોર્ટથી લઈને સર્કિટ હાઉસનો જે સમગ્ર રૂટ છે તેને બેનરોથી સજાવવામાં આવ્યો છે. વડાપ્રધાનને આવકારવા માટે કોઈ પણ પ્રકારની કચાશ બાકી ન રહે તે માટેની પુરી તૈયારીઓ કરવામાં આવી છે. વહીવટી તંત્રથી માંડીને વિવિધ નાની-મોટી સંસ્થાઓમાં પણ મોદીને આવકારવાનો થનગનાટ જોવા મળી રહ્યો છે.

સેલ્ફી પોઇન્ટ

સેલ્ફી પોઇન્ટ

સુરતના પીપલોદ વિસ્તારમાં મોદીના પ્રશંસકો માટે સેલ્ફી પોઈન્ટ બાનાવવામાં આવ્યો છે. જેમાં 20 ફુટ ઊંચુ પીએમ મોદી સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે.

મોદી સાથે સેલ્ફી

મોદી સાથે સેલ્ફી

મોદીના પ્રશંસકોમાં સેલ્ફીનો જબજસ્ત ક્રેઝ જોવા મળે છે, તેને ધ્યાનમાં રાખીને રોડ શો દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સેલ્ફી લેવા ઈચ્છાતા પ્રશંકોને નિરાશ ન થવું ન પડે તે માટે આ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે.

પ્રતિમા પૂરી થાય એ પહેલાં તો...

પ્રતિમા પૂરી થાય એ પહેલાં તો...

પીએમ મોદીનું આ સ્ટેચ્યુ તૈયાર થઇ રહ્યું હતું, એ દરમિયાન પણ ઘણા લોકો અહીં ફોટો કે સેલ્ફી લેતા દેખાયા હતા. પ્રતિમા પૂરી થાય એ પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થકો તથા પ્રશંસકોએ સેલ્ફી લેવાનું શરૂ કરી દીધું હતું.

20 દિવસની અંદર બનાવ્યું મુવેબલ સ્ટેચ્યુ

20 દિવસની અંદર બનાવ્યું મુવેબલ સ્ટેચ્યુ

આ સ્ટેચ્યુ એસ્પાન્ડેટ પોલીસ્ટ્રીમ મટિરિયલથી બનાવવામાં આવ્યું છે. આ મુવેબલ સ્ટેચ્યુ છે, જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. છેલ્લા 20 દિવસથી આ સ્ટેચ્યુ તૈયાર કરવા માટે 35 જેટલા કારીગરોની મદદ લેવામાં આવી છે.

11 કિમી લાંબો રોડ શો

11 કિમી લાંબો રોડ શો

મોદીના આગમન માટે સુરતના એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી 11 કિલોમીટરના રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ છે. વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર નરેન્દ્ર મોદી સુરતમાં રાત્રી રોકાણ કરનાર છે, તેથી સુરત શહેરને ખૂબ ઉત્સાહથી અને સુંદર રીતે શણગારવામાં આવ્યું છે.

5 કરોડનો ખર્ચ

5 કરોડનો ખર્ચ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત, રોડ શો અને તેમના રાત્રિ રોકાણની વ્યવસ્થા તથા સુરક્ષા વ્યવસ્થા માટે એસએમસી દ્વારા 4થી 5 કરોડનો ધુમાડો કરવામાં આવ્યો છે. શહેરમાં ઠેર-ઠેર કલરકામ કરવામાં આવ્યું છે, રોડ રિપેરિંગનું કામ કરવામાં આવ્યું છે. સરકારી મિલકતોને રોશનીથી સજાવવામાં આવી છે. પીએમના સ્વાગત માટે આટલો બધો ખર્ચ કરવા બદલ કેટલીક જગ્યાએ એસએમસીની ટીકા પણ થઇ રહી છે.

સ્વાગતની તૈયારીઓમાં વ્યસ્ત સુરત શહેર

સ્વાગતની તૈયારીઓમાં વ્યસ્ત સુરત શહેર

પીએમ મોદીના આગમનના 3-4 દિવસ આગળથી જ સુરતના ગૌરવપથ ઉપર ભારે ચહલપલ જોવા મળી રહી હતી. સફાઇ કામદારો, પોલીસ કર્મચારીઓ અને શહોરીજનો, તમામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતની તૈયારીઓમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. સુરતીઓ જાણે કોઇ તહેવારની તૈયારીઓમાં વ્યસ્ત હોય એમ રસ્તા પર માનવ-મહેરામણ જોવા મળ્યું હતું.

અહીં વાંચો

અહીં વાંચો

શું પીએમ મોદી સુરત રેલી પછી હાર્દિક પટેલને મળશે?શું પીએમ મોદી સુરત રેલી પછી હાર્દિક પટેલને મળશે?

English summary
See the amazing photos of Surat city before Pm Modi arrives.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X