શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે 2 લાખ વિદ્યાર્થીઓનો ધોરણ 1 પ્રવેશ

રાજ્યમાં શાળા પ્રવેશોત્સવના પહેલા દિવસે 2 લાખ વિદ્યાર્થીઓનો ધો 1 માં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ત્રણ દિવસીય શાળા પ્રવેશોત્સવની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના વડગામથી કરાવી હતી. પ્રથમ દિવસે ૧૯,૧૮૨ મહાનુભાવોએ

રાજ્યમાં શાળા પ્રવેશોત્સવના પહેલા દિવસે 2 લાખ વિદ્યાર્થીઓનો ધો 1 માં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ત્રણ દિવસીય શાળા પ્રવેશોત્સવની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના વડગામથી કરાવી હતી. પ્રથમ દિવસે ૧૯,૧૮૨ મહાનુભાવોએ ૮,૧૩૨ ગામોની ૧૦,૬૦૦ શાળાઓની મુલાકાત લીધી.

JITU VAGAHANI

પ્રથમ દિવસે પ્રવેશોત્સવની ઉજવણી ઉત્સવ અને ઉલ્લાસના વાતાવરણમાં ગામે ગામ થઇ હતી. પ્રસંગને અનુરૂપ સજી-ધજીને ધોરણ-1માં નામાંકન માટે આવેલા બાળકોને ગામના મુખ્ય રસ્તાઓ ઉપર આનંદપૂર્વક ફેરવીને શાળામાં લાવવામાં આવ્યા હતા, જયાં શિક્ષકો, ગ્રામજનો અને આમંત્રિત મહેમાનો દ્વારા તેમનું ખૂબજ ઉમળાકાભેર સ્વાગત કરાયું હતું. નવનામાંકિત બાળકોના કપાળે તિલક કરવામાં આવ્યા હતાં તથા મીઠાઇઓ અને ચોકલેટ દ્વારા તેમનું મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. એટલુ જ નહિ શાળા એક આનંદદાયક સ્થળ છે તેવો અહેસાસ બાળકોને ઉત્સવના વાતાવરણ સાથે કરાવવામાં આવ્યો હતો.

નાગરિકો દ્વારા રોકડ રૂ. ૮૭.૯૩ લાખ અને ચીજવસ્તુ સ્વરૂપમાં અંદાજિત કિંમત રૂ. ૮.૯૭ કરોડનો લોકસહકાર પ્રાપ્ત થયો છે.રાજ્યભરની આંગણવાડી- બાલમંદિરમાં ૪૩,૭૪૮ કુમાર અને ૪૦,૯૮૮ કન્યાઓ મળી કુલ ૮૪,૭૩૬ ભૂલકાઓએ પ્રવેશ મેળવ્યો છે. શિક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાની રાજ્ય સરકારની આ મુહિમને ખૂબ સારો જનપ્રતિસાદ મળ્યો હોવાનું શિક્ષણ મંત્રી જીતુ વાઘાીએ જણાવ્યુ હતુ.

શાળા પ્રવેશોત્સવને ઉત્સાહજનક વાતાવરણમાં સાચા અર્થમાં લોકોત્સવ બનાવવા બદલ શિક્ષણ મંત્રીએ રાજ્યના નાગરિકો તથા સંસદ સભ્યશ્રી, મંત્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ અને અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો

પ્રાથમિક શાળાઓમાં બાળકો ખાસ કરીને કન્યાઓના ૧૦૦ ટકા નામાંકન તથા સ્થાયીકરણ માટે શાળા વ્યવસ્થાપન સમિતિ તથા સ્વ-સહાય જૂથોના ઉત્સાહભર્યા પ્રયાસો અને સહયોગના ગામે ગામ દર્શન થયા હતા.

નવનામાંકિત બાળકોને મફત પાઠયપુસ્તકો તથા સ્થાનિક વ્યકિતઓ/સમુદાયો ધ્વારા સ્કૂલ બેગ, પાટી-પેન, નોટબૂક, પેન્સિલ, યુનિફોર્મ તથા રમકડા ભેટ સ્વરૂપે આપવામાં આવ્યાં હતાં. તમામ ગામોમાં શાળા કક્ષાએ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, વાલીઓ તથા શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો ઉત્સાહભેર જોડાયા હતાં.

શાળા પ્રવેશોત્સવને ઉત્સાહજનક વાતાવરણમાં સાચા અર્થમાં લોકોત્સવ બનાવવા બદલ શિક્ષણ મંત્રીએ રાજ્યના નાગરિકો તથા સંસદ સભ્ય, મંત્રીઓ, ધારાસભ્યઓ, પદાધિકારીઓ અને અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X