રક્ષા મંત્રી નિર્મલા સીતારામને લીધી ગુજરાતના આર્મી બેઝની મુલાકાત

Written By:
Subscribe to Oneindia News

દેશના રક્ષા મંત્રી નિર્મલા સીતારામન અને નાણા મંત્રી અરુણ જેટલીએ સોમવારે ગુજરાતની મુલાકાત લીધી હતી. ભાજપ પક્ષ તરફથી ગુજરાતમાં આવનાર વિધાનસભાની ચૂંટણીની જવાબદારીઓ આ બંને મંત્રીઓને સોંપવામાં આવી છે. નોંધનીય છે કે, ઇન્દિરા ગાંધી બાદ નિર્મલા સીતારામન દેશના બીજા મહિલા રક્ષા મંત્રી છે. રક્ષા મંત્રી તરીકે તેઓ પહેલી જ વાર ગુજરાતની મુલાકાતે આવ્યા હતા.

defence minister nirmala sitharaman in gujarat

આ મુલાકાત દરમિયાન બંને મંત્રીઓએ ભાજપના મીડિયા અને સોશિયલ મીડિયા સાથે જાડેયેલા કાર્યકર્તાઓ સાથે વર્કશોપમાં હાજરી આપી હતી. આ સાથે જ રક્ષા મંત્રી નિર્મલા સીતારામને લખપત આર્મી ક્રીક બેઝની મુલાકાત લીધી હતી અને અહીં સેનાના જવાનો સાથે વાતચીત પણ કરી હતી. આ આર્મી બેઝ પાકિસ્તાનની બોર્ડરથી ઘણો નજીક છે. સાથે જ તેમણે નલીયા એર બેઝની પણ મુલાકાત લીધી હતી અને તેમના ગ્રાઉન્ડ લેવલ પડકારો અને અંગે જાણકારી મેળવી હતી. નિર્મલા સીતારામને અહીં આર્મ્ડ હેલિકોપ્ટરના સંચાલન અંગે પણ માહિતી મેળવી હતી.

defence minister nirmala sitharaman in gujarat
English summary
Defence Minister Nirmala Sitharaman visited Lakhpat Army creek base.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.