રક્ષામંત્રી નિર્મલા સીતારામન શહીદની માતાને લાગ્યા પગે

રક્ષામંત્રી નિર્મલા સીતારામનને સિહોરીની શહિદ રમેશભાઇની માતાના પગ સ્પર્શી લીધા આશીર્વાદ. ઉલ્લેખનીય છે કે આવું આ પહેલા કદી કોઇ રક્ષામંત્રી નથી કર્યું. જાણો આ અંગે વિગતવાર અહીં.

ભારતના પહેલા મહિલા રક્ષામંત્રી નિર્મલા સીતારામન સોમવારે જામનગરમાં ચાંદની બજાર ચોક ખાતે જનસભાને સંબોધવા માટે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા નિર્મલા સીતારમનનો પ્રચાર માટે ખાસ ગુજરાતમાં ઉતારવામાં આવ્યા છે. અને તેમણે કોંગ્રેસ પર આકાર પ્રહારો પણ કર્યા હતા. પણ આ પહેલા મંચ પર શહીદના પરિવારોને પણ બોલવવામાં આવ્યા હતા. જેમાં કારગીલના શહીદ શ્રી રમેશભાઇ જોગલની માતા મંચ પર આવતા રક્ષામંત્રીએ નીચે વળીને તેમના પગે લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે રક્ષામંત્રી એક ઊંચો હોદ્દો કહેવાય છે. અને આ પહેલા ભાગ્યે જ તેવું બન્યું છે કે કોઇ રક્ષામંત્રી કોઇ શહીદની માતાને પગે લાગ્યા હોય.

Nirmala Sitharaman

જો કે આ સમગ્ર ઘટના ચૂંટણી તરીકે રાજકીય રીતે પણ જોવામાં આવે છે. પણ નિર્મલા સીતારામનનું કહેવું છે કે તે આ રીતે પગે શહીદો પ્રત્યે તેમનો આદર રજૂ કરવા માટે લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે શહીદ રમેશભાઇ જોગલ ગુજરાતના સિહોરીના વતની છે. અને કારગીલ ખાતે તેમણે શહાદત વહોરી હતી. ત્યારે રક્ષામંત્રી અચાનક જ આ રીતે શહીદની માતાને પગે લાગતા ત્યાં હાજર લોકો પણ ચોંકી ઊઠ્યા હતા. તો બીજી તરફ જામનગરમાં રક્ષામંત્રી નિર્મલાએ મહિલા શક્તિ સંમેલનમાં પણ હાજરી આપી હતી. નોંધનીય છે કે આઝાદીના આટલા વર્ષો પછી ઇન્દિરા ગાંધી પછી પહેલી વાર કોઇ મહિલા અધિકારીને રક્ષામંત્રી જેવી મહત્વની પોસ્ટ આપવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X