જૂનાગઢ: નોટંબધીના સમર્થનમાં અમિત શાહનું હસ્તાક્ષર અભિયાન

Subscribe to Oneindia News

અમિત શાહ ગૌરવ મહાસંપર્ક અભિયાન અંતર્ગત ગુજરાત પ્રવાસે છે, ત્યારે બુધવારે તેમણે જૂનાગઢ ખાતે 8 નવેમ્બરના દિવસની કાળા ધન વિરોધી અભિયાનને સમર્થન કરતા તેના માટે હસ્તાક્ષર કર્યા હતા. આ સાથે જ તેમણે દેશભરમાં હસ્તાક્ષર ઝૂંબેશનો પ્રારંભ કરાવ્યો હતો. અમિત શાહ બુધાવરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે છે, તેમણે સવારે સોમનાથ મંદિરના દર્શન પણ કર્યા હતા. જૂનાગઢમાં અમિત શાહે ભાજપ કાર્યકરો સાથે ચૂંટણીલક્ષી માર્ગદર્શન અને સંપર્ક અભિયાન બાબતે ચર્ચા કરી હતી.

Amit Shah

આ પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહે સ્વ્યંભૂ શિવલિંગ સોમનાથ ખાતે સોમનાથ મહાદેવના દર્શન પણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ આજે નોટબંધીના વિરોધમાં 'કાળો દિવસ' મનાવી રહી છે, ત્યારે ભાજપ દ્વારા પણ 'કાળા નાણા વિરોધી દિવસ'ની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ બુધવારે સુરત, ગુજરાત ખાતે કાળા દિવસ નિમિત્તે યોજાનાર રેલીમાં બાગ લેનાર છે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં નોટબંધીને મુદ્દે રાજ્યમાં વિવિધ પક્ષો વચ્ચે ખરાખરીનો ખેલ જોવા મળી રહ્યો છે.

English summary
Demonetization Anniversary: BJP president Amit Shah started nationwide signature campaign from Junagad in the support of Note Ban.
Please Wait while comments are loading...