દાહોદના DEO 10 હજારની લાંચ લેતા ઝડપાયા, ACBએ ગોઠવ્યુ હતુ છટકુ

દાહોદની જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં એસીબીએ છટકુ ગોઠવી જીલ્લા શિક્ષણાધિકારીને 10 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.

DEO

દાહોદની જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં એસીબીએ છટકુ ગોઠવી જીલ્લા શિક્ષણાધિકારીને 10 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. ફરિયાદી પાસે પેન્શનના કાગળોમાં કોઈ લેણા બાકી ન હોવા બાબતના પ્રમાણપત્રમાં સહી કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારીએ લાંચની રકમ માગી હતી. ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા એસીબીએ છટકું ગોઠવી ક્લાસ વન અધિકારીને આજે પોતાની કચેરીમાં જ લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

શિક્ષણ વિભાગના એક કર્મચારી નિવૃત્ત થવાના હતા.તેઓએ પેન્શન કેસમાં કોઇ પણ પ્રકારના નાણાં બાકી ન હોવાના પ્રમાણપત્રમાં જિલ્લા શિક્ષણાધિકારી કાજલ દવેની સહી લેવાની હતી.આ સહી કરી આપવા માટે તેમણે ફરિયાદી પાસે રુ 10,000ની માંગણી કરી હતી પરંતુ ફરિયાદી આ નાણાં આપવા માંગતા ન હોઇ તેમણે દાહોદ એસીબીમાં ફરિયાદ કરી હતી.તેના આધારે એસીબીના પી.આઇ. કે.વી.ડીંડોરની ટીમે છટકુ ગોઠવ્યુ હતુ.ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી ફરિયાદી સાથે લાંચ અંગેનો વાર્તાલાપ કરીને રુપિયા 10,000ની લાંચની માંગણી કરી સ્વીકારતાં રંગે હાથ ઝડપાઇ ગયા હતા.

હાલમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે અને ધોરણ 10માં ગણિતની પરીક્ષા છે ત્યારે જ જિલ્લા શિક્ષણાધિકારી પ્રામાણિક્તા અને કર્તવ્યનિષ્ઠાની પરીક્ષામાં નાપાસ થઇ ગયા છે.ત્યારે પરીક્ષાની અગત્યની કામગીરી પ્રભાવિત ન થાય તેના માટે ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખને દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીનો વધારાનો હવાલો તાત્કાલિક અસરથી સુપ્રત કરી દેવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X