For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાર્ટીમાં મતભેદો છતાં 'આપ'ને સમર્થન આપશે કોંગ્રેસ: અહેમદ પટેલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 25 ડિસેમ્બર: આમ આદમી પાર્ટીને સમર્થન આપવાના મુદ્દે બે જુથોમાં વહેંચાયેલી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે સ્પષ્ટ કર્યું છે કે 'આપ'ને સમર્થન આપવાના મુદ્દે મતભેદ છતાં કોંગ્રેસ સમર્થન આપશે. અહેમદ પટેલ કોંગ્રેસના તે નેતાઓમાં સામેલ છે જે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના એકદમ નજીકના માનવામાં આવે છે. તેમને કહ્યું હતું કે આ વાત સાચી છે કે 'આપ'ને સમર્થન આપવાના મુદ્દે પાર્ટીમાં મતભેદ સર્જાઇ રહ્યાં છે પરંતુ તેમાં કોઇ ફરક પડ્યો નથી. અહેમદ પટેલે કહ્યું હતું કે હવે જોવાનું એ છે કે 'આપ'ના સમર્થન બાદ કેટલું સારું કરી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કોંગ્રેસમાં એક જુથ આમ આદમી પાર્ટી (આપ)ને સરકાર બનાવવા માટે પાર્ટીને સમર્થન આપવાનો વિરોધ કરી રહી છે. આ દાવો મંગળવારે વરિષ્ઠ નેતા જર્નાદન દ્રિવેદીએ કર્યો હતો. જર્નાદન દ્રિવેદીએ સંવાદદાતાઓને કહ્યું હતું કે કોંગ્રેસમાં આપને સમર્થન આપવાને લઇને અલગ-અલગ મંતવ્ય છે. કોંગ્રેસમાં એક જુથનું મંતવ્યનું છે કે આપને સમર્થન આપવાનો નિર્ણય યોગ્ય નથી.

ahmed-patel-1

કોંગ્રેસના નેતા અહેમદ પટેલે કહ્યું હતું કે તેમની પાર્ટી કોઇ વ્યક્તિને વિશેષ ધ્યાનમાં રાખીને નહી, પરંતુ આમ આદમીને ધ્યાનમાં રાખીની પોતાની નીતિ બનાવે છે. અહેમદ પટેલે કહ્યું હતું કે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં સરકાર બનાવીને પોતાના વાયદા પુરા કરવા જોઇએ.

કોંગ્રેસનું સમર્થન આપ્યા બાદ પણ આપ પાર્ટીના જે પ્રકારે કોંગ્રેસને ખરું-ખોટું કહી રહ્યાં છે, તેનાથી પાર્ટીના નેતાઓમાં એકદમ નારાજગી છે. શીલા દીક્ષિત સરકારમાં મંત્રી રહી ચૂકેલા રમાકાંત ગૌસ્વામીએ કહ્યું હતું કે આપ પાર્ટીના નેતા જે પ્રકારે ભાષાનો ઉપયોગ કરી રહ્યાં છે. તે બિલકુલ મંજુર નથી.

મળતી માહિતી મુજબ આપ પાર્ટીના નેતા યોગેન્દ્ર યાદવે કહ્યું હતું કે આમ આદમી પાર્ટીની સરકાર કોંગ્રેસ વિરૂદ્ધ આરોપોની તપાસ જરૂર કરશે. યોગેન્દ્ર યાદવે કહ્યું હતું કે આપ પાર્ટી કોંગ્રેસને પોતાની સહયોગી માનતી નહી. તેમને કહ્યું હતું કે અમે કોંગ્રેસના ટેકે નથી, જનતાના ટેકે સરકાર બનાવીશું, ભલે અમારી સરકાર પહેલા જ દિવસે પડી જાય, પરંતુ અમે અમારા વાયદાઓ અને સિદ્ધાંતો સાથે સમજૂતી કરીશું નહી.

English summary
Different opinions within the party notwithstanding, Congress supports Aam Admi Party (AAP) in Delhi, Ahmed Patel, Political Secretary to Sonia Gandhi said today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X