ગુજરાતમાં કોંગ્રેસની કથળતી હાલત ભાજપ માટે સંજીવની સમાન
રાજ્યમાં ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે, બંને રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપની સાથે આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં જોવા મળી રહી છે.
રાજ્યમાં ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે, બંને રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપની સાથે આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં જોવા મળી રહી છે. ભાજપની નારાજગી અને કોંગ્રેસની નિષ્ક્રિયતા વચ્ચે આમ આદમી પાર્ટી ખુબ ઝડપથી ફેલાવો કરી રહી છે. આ આપ પાર્ટીની સક્રિયતા પહેલાં જે રીતે ભાજપને ફાયદારૂપ હતી તે હવે ખતરા સમાન બની ગઇ છે.

ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવ્યા બાદ તેને ભાજપ દ્વારા સેઇફ પેસેજ આપવામાં આવ્યો. ભાજપ તેની રણનીતિ પ્રમાણે એન્ટી ઇન્કમ્બન્સી ટાળવા આપને લાઇટ વેઇટ આપવા પ્રયાસ કર્યો. પરંતું, આમ આદમી પાર્ટીએ જે રીતે ગુજરાતમાં પગપેસારો કર્યો છે, તેથી ભાજપના નેતાઓની ઉંઘ ઉડી ગઇ છે. ભાજપની કોર યુવા વોટબેંક પર આમ આદમી પાર્ટીએ મોટી પકડ ઉભી કરી છે.
ત્યારે, ભાજપ માટે આપના ફેલાવાની વચ્ચે હાલમાં કોંગ્રેસની નિષ્ક્રિયતા સંજીવની સમાન છે. તાજેતરમાં કોંગ્રેસના બે કાર્યક્રમોને અમદાવાદમાં ભવ્ય સફળતા મળી છે. પરંતું, નેતૃત્વની ઉણપ અને ચરમસીમાની આંતરીક જૂથબંધીના કારણે કોંગ્રેસ જમીની સ્તર પર ગાયબ જોવા મળી રહી છે. ત્યારે, ભાજપ કોંગ્રેસની પરંપરાગત વોટબેંકમાં ગાબડું પાડી પોતાની ખોટ ભરપાઇ કરે તો સત્તા પર પુનઃ વાપસી શક્ય થઇ શકે છે.












Click it and Unblock the Notifications
