દેવભૂમિ દ્વારકા: દારૂની હેરાફેરી કરતા 3 ઇસમોની ધરપકડ

Subscribe to Oneindia News

ચૂંટણી નજીક આવતા જ નાણાં અને દારૂની રેલમછેલ ચાલુ થઈ જતી હોય છે. ત્યારે આ વાતાવરણમાં પોલીસ સતર્ક બનીને સઘન તપાસ કરી રહી છે. આ દરમિયાન ગુરૂવારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અંગ્રેજી દારૂની ટ્રક પોલીસે ઝડપી પાડી હતી. પ્રાપ્તિ માહિતી અનુસાર, ખંભાળીયા પોલીસને આશરે દારૂની કુલ 2000થી 2200 જેટલી પેટીઓની હેરફેર થઈ રહી હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે ખંભાળિયા પોલીસે દારૂનો સમગ્ર જથ્થો પકડી પડ્યો હતો.

devbhumi dwarka

જો કે, ખંભાળિયા ખાતે આટલી મોટી સંખ્યામાં માલ રાખવાની જગ્યા ન હોવાને કારણે આ સમગ્ર દારૂનો માલ સલાયા પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. આ જથ્થો ક્યાંથી આવ્યો તથા કોણે મોકલાવ્યો, તેમજ ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તે અંગેની સઘન તપાસ પોલીસે હાથ ધરી છે. દારૂ ભરેલ ટ્રકની સાથે 3 ઈસમોને પણ ખંભાળિયા પોલીસે પકડી પડ્યા હતા. જેમાંથી એક વ્યક્તિ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાનો રહેવાસી છે તો બીજા 2 પરપ્રાંતીય છે.

English summary
Devbhumi Dwarka: Ahead of Gujarat Election 2017, police caught 2000 to 2200 bottles of english liqueur.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.