સોમનાથમાં શ્રાવણની સોમવતી અમાસે ભક્તોનું ધોડાપૂર, પૂર્વ CMએ ચડાવી ધજા
Somvati Amasa, Shravan, Somnath Mahadev: દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને અમાસનો ભાગ હોય સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા મોટી સંખ્યામાં ભક્તોનો સોમનાથ તીર્થમાં ઉમટયો હતા.
સવારે 10 વાગ્યા સુધીમાં 35,000 જેટલા ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા. શિવજીની આરાધનાના શિવોત્સવ એવા શ્રાવણ માસના અંતિમ સોમવારે શિવભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.
આ સાથે સાથે પુણ્ય અર્જન કરવા શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજામાં જોડાયા હતા. સવારના 10 કલાક સુધીમાં જ 25 જેટલી ધ્વજા પૂજા સંપન્ન થઈ હતી.

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહપરિવાર સ્નેહીજનો સાથે સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. આ વિશેષ અવસરે તેઓએ સોમનાથ મહાદેવની ધજા પૂજા કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.
શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી શ્રી પી. કે. લહેરી સાહેબના હસ્તે મહાદેવની પાલખી પૂજા કરી હતી. જે બાદ સોમનાથ તીર્થની પ્રણાલિકા અનુસાર શ્રાવણ માસની છેલ્લી પાલખી યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં હજારો ભક્તો જોડાયા હતા.












Click it and Unblock the Notifications
