હવે ડ્યુટી દરમિયાન યુનિફોર્મ નહી પહેર્યો તો શિસ્તભંગના પગલા લેવાશે- ડીજીપી શીવાનંદ ઝા

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

મોસ્ટ સિનિયર આઇપીએસ અધિકારી શીવાનંદ ઝાએ રાજ્ય પોલીસ વડા તરીકે ચાર્જ સંભાળ્યા બાદ તેમની શિસ્તપાલનનો પરિચય આપી દીધો છે. જેમાં આજે શનિવારે પોલીસ સ્ટાફ માટે મહત્વનો પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ડીજીપી કચેરીના ધ્યાનમાં આવ્યું છે ઘણા પોલીસ કર્મચારીઓ ડ્યુટી દરમિયાન પોલીસ યુનિફોર્મ પહેરતા નથી. જે શિસ્ત પાલન ભંગ હેઠળ આવે છે.

shivanand jha

જેથી તમામ જિલ્લા પોલીસ વડા અને પોલીસ કમિશનરને લેખિતમાં આદેશ આપ્યા છે કે તેમના શહેર કે જિલ્લામાં તમામ પોલીસ સ્ટાફને ડ્યુટી દરમિયાન પોલીસ ડ્રેસ પહેરવો ફરજિયાત છે. જેમાં પોલીસ કોન્સ્ટેબલ થી માંડીને તમામ ઉચ્ચ અધિકારીઓને આ પરિપત્રનો અમલ તાત્કાલિક અસરથી કરવાનો રહેશે. તેમાં જણાવવામાં આવ્યું છે કે જો પોલીસ કર્મચારી આ પોલીસ યુનિફોર્મ વિના આવતા જણાશે તો તેમના સામે શિસ્ત ભંગના પગલા લેવામાં આવશે.

આ પરિપત્રમાં પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાને જણાવવામાં આવ્યું છે કે આ અંગે ડીજીપી ઓફિસમાં રિપોર્ટ કરવાનો પણ રહેશે અને જે તે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે તેમના પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફને આ અંગે તાકીદ કરવાની રહેશે અને તેમને આ અંગે જે તે પોલીસ કર્મચારીનો રિપોર્ટ કરવાની સતા પણ રહેશે.

shivanand jha

ઉલ્લેખનીય છે કે જે તે પોલીસ સ્ટેશન ડી સ્ટાફ, અને ક્રાઇમ બ્રાંચના સ્ટાફ મોટા ભાગે સિવિલ ડ્રેસ જ પહેરવામાં આવતો હોય છે અને માત્ર શુક્રવારે જ ડ્રેસ પહેરતા હતા. જો કે હવે રવિવારથી તમામને પોલીસ ડ઼્રેસ પહેરવો જરૂરી છે.

શીવાનંદ ઝા અમદાવાદ શહેરના પોલીસ કમિશનર હતા ત્યારે તેમણે આ પ્રકારના પરિપત્ર બહાર પાડ્યા હતા અનેપોલીસ કર્મીઓ સામે ખાતાકીય પગલા પણ લીધા હતા. હવે જ્યારે શીવાનંદ ઝા રાજ્ય પોલીસ વડા છે ત્યારે આગામી દિવસોમાં પોલીસ ડીસીપ્લીન અંગે હજુ પણ આકરા નિર્ણય લે તેવી પુરેપુરી શક્યતા છે. કારણ રે ઝા તેમના નિયમ પાલન માટે ખુબ આગ્રહી છે અને પોલીસ વિભાગમાં શિસ્તને નિયમ અમલી બને તે તેમની ઇચ્છા છે.

English summary
DGP Shivanand Jha talks about on duty uniform.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.