For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધ્રાંગધ્રા- 64 વિધાનસભા સીટ પર અધધધ 13 ઉમેદવારો મેદાનમાં

ધ્રાંગધ્રા- 64 વિધાનસભા સીટ પર અધધધ 13 ઉમેદવારો મેદાનમાં

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ હવે એકદમ નજીક આવી ગઈ છે. પહેલા તબક્કા માટે તમામ પાર્ટીઓએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધાં છે અને તમામ ઉમેદવારોએ નોમિનેશન ફોર્મ પણ ભરી દીધાં છે. પહેલી તારીખે પહેલા તબક્કા માટે મતદાન થનાર છે. ત્યારે અમે એક એવી સીટના આજે વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં એક નહિં, બે નહિં બલકે પુરા 13-13 ઉમેદવારો ચૂંટણી જંગમાં લડશે. જી હાં, આ સીટ છે ધ્રાંગધ્રા-64 વિધાનસભા સીટ, જ્યાં કુલ 19 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં પરંતુ હવે 13 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.

Recommended Video

ધ્રાંગધ્રા: 64 વિધાનસભામાં 13 ઉમેદવારો વચ્ચે જામશે ચુંટણીનો જંગ

Dhrangadhra

ધ્રાંગધ્રા- 64 વિધાનસભા સીટ પર 13 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, જ્યારે 3 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધાં છે. ચૂંટણીના માહોલ હવે ધીરે ધીરે રાજેકીય રંગ પકડી રહ્યો છે. ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રા-64 વિધાનસભા સીટની વાત કરીએ તો અહીં ત્રિપાંખીય જંગ જોવા મળશે. ધ્રાંગધ્રા-6 વિધાનસભામાં કુલ 19 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં, જેમાંથી 3 ઉમેદવારો ડમી હતા, તેમના ફોર્મમાં ભૂલ હોવાના કારણે કુલ ફોર્મ ભરેલ ઉમેદવારોની સંખ્યા 16 થઈ ગઈ હતી. જો કે બાદમાં 3 ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લેતાં હવે કુલ 13 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2 તબક્કામાં યોજાનાર છે, પહેલા તબક્કા માટે આગામી 1લી ડિસેમ્બરે મતદાન થશે જ્યારે બીજા તબક્કા માટે આગામી 5મી ડિસેમ્બરે મતદાન થનાર છે અને 8 ડિસેમ્બરે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામની સાથે જ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થઈ જશે.

English summary
Dhrangadhra-64 assembly seat 13 candidates contesting gujarat assembly election
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X