બનાસકાંઠામાં ભારે વરસાદની સ્થિતિને લઈને જિલ્લા વહિવટીતંત્ર એલર્ટ!
બનાસકાંઠામાં છેલ્લા 24 કલાકથી સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. આગામી બે થી ત્રણ દિવસ સુધી બનાસકાંઠા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.
બનાસકાંઠામાં છેલ્લા 24 કલાકથી સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. આગામી બે થી ત્રણ દિવસ સુધી બનાસકાંઠા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદથી ઊભી થતી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા કલેકટર આનંદ પટેલે જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ડિઝાસ્ટર વિભાગના કંટ્રોલરૂમની રૂબરૂ મુલાકાત લઈ વ્યવસ્થાઓની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી સૂચન કર્યા હતા.

વરસાદથી ઊભી થતી પરિસ્થિતિમાં તમામ અધિકારીઓએ ફરજીયાત પણે હેડક્વાર્ટર પર નહી છોડવા લોકોની મળતી ફરિયાદોનો ત્વરિત રિસ્પોન્સ આપવા, પરિસ્થિતિને ધ્યાને લઈ જરૂરી જણાય તો સંબંધિત અધિકારીઓને રૂબરૂ સ્થળની મુલાકાત લેવા જિલ્લા કલેક્ટરે આદેશ કર્યા હતા.
બનાસ નદીમાં પાણીની આવક શરૂ થતા અમીરગઢ અને દાંતીવાડા તાલુકાના બનાસ નદીના પટમાં લોકોને એલર્ટ કરાયા હતા.આવશ્યક સંજોગોમાં એન. ડી. આર. એફ. ટીમને મદદ માટે એલર્ટ કરી દેવામાં આવી છે.
વીજ પુરવઠા સંબંધિત ફરિયાદ મળે તો ત્વરિત તેનું સમાધાન કરવું. સસ્તા અનાજની દુકાનોમાં જથ્થો વરસાદી પાણીના લીધે પલળી ન જાય એ માટે તેને સુરક્ષિત જગ્યાએ રાખવા તેઓએ સૂચન કર્યું હતું. જ્યાં રસ્તા પર પાણી ભરાયા હોય ત્યાં તાત્કાલિક નેશનલ હાઈવે ઓથોરિટી સાથે સંકલન કરી પંપીંગ દ્વારા પાણી દૂર કરવાની કાર્યવાહી કરવા પ્રાંત અધિકારીઓને સૂચન કર્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારીએ વરસાદની આ પરિસ્થિતિમાં તમામ વિભાગોને એકબીજાના સંકલનમાં રહીને કામ કરવા અને કોઈપણ પ્રશ્ન ઉદભવે તો સાથ સહકારથી તેનું નિરાકરણ કરવા તેમજ ગ્રામ્ય સ્તર સુધીનો સ્ટાફ સ્થળ પર હાજર રહે એ સુનિશ્ચિત કરવા આદેશ કર્યા હતા.












Click it and Unblock the Notifications
