હાઈ વે નજીકના વાઈન શોપ બંધ કરતા, દીવમાં સ્વયંભુ બંધ

Subscribe to Oneindia News

સુપ્રીમ કોર્ટ ના આદેશ મુજબ હાઈવેથી 500 મીટર નજીક આવેલી તમામ દારૂ ની દુકાનો બંધ રાખવાના આદેશ હેઠળ હવે તંત્ર દ્વારા આ આદેશનું ફરમાન કરવામાં આવી રહ્યું છે. જો કે આ વાત અંગે દિવ વાસીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સંઘ પ્રદેશ દીવમાં હાઈવે નજીકના બાર અને વાઈન શોપ તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યા હતા. હાઇવે નજીકના મોટા ભાગના બાર અને વાઈન શોપ બંધ થઇ કરવામાં આવી હતી.

iquior

જેથી દારૂના વેપારીઓ નારાજ થઇ ગયા હતા. વેપારીઓનો આક્ષેપ છે વાઈન શોપ અને બાર બંધ થઇ જતા ટુરિસ્ટોની સંખ્યામાં ઘટાડો થયો છે. અને તેમનો રોજગાર ટુરિસ્ટો પર નિર્ભર હોવાથી તે બરોજગાર થઇ ગયા છે. જે બાદ દીવના લોકો દ્વારા દીવ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. અને બંધને સંપૂર્ણ પ્રતિસાદ મળ્યો હતો. લોકો પોતાના ધંધા - રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. અને લોકોએ મોટી સંખ્યામાં બેનરો સાથે રેલી કાઢી કલેકટરને રજૂઆત કરી હતી.

English summary
Diu: People protest against supreme court liquor ban. Read more here.
Please Wait while comments are loading...