ગુજરાતમાં ઉમ્મીદ ગુમાવી બેઠી કોંગ્રેસ, મહિનાઓથી ખાલી છે અધ્યક્ષ પદ
ગુજરાતમાં ઉમ્મીદ ગુમાવી બેઠી કોંગ્રેસ, મહિનાઓથી ખાલી છે અધ્યક્ષ પદ
આવતા વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, ત્યારે ભાજપે અત્યારથી જ તનતોડ મહેનત શરૂ કરી દીધી છે. જ્યારે કોંગ્રેસ ગુજરાતમાં ઉમ્મીદ ગુમાવી બેઠી હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. સવાલ પણ ઉઠી રહ્યો છે કે શું કોંગ્રેસ ગુજરાત વિધાનસભા ચૂંટણી લડવાને લઈ ગંભીર નથી? શું પાર્ટી આ વખતે પાછલી ચૂંટણીની જેમ ભાજપને નહીં ઘેરે? કેટલાય આવા સવાલ છે જે કોંગ્રેસના દરેક નેતા અને કાર્યકર્તાઓના મનમાં છે, કેમ કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં એક વર્ષથી પણ ઓછો સમય બચ્યો છે.

વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં નોંધનીય પ્રદર્શન બાદ ગુજરાતમાં કોંગ્રેસ પોતાની સ્થિતિ મજબૂત કરશે તેવી ઉમ્મીદ જાગી હતી. ઉલટું પાછલા 4 વર્ષોમાં પાર્ટી સંગઠન સતત કમજોર થયું છે. પાર્ટીના એકક ડઝનથી વધુ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ચૂક્યા છે.
પ્રદેશ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે ગુજરાતને લઈ પાર્ટી કેટલી ગંભીર છે તેનો અંદાજો આ બાબત પરથી લગાવી શકાય કે પાછલા 3 મહિનાથી પ્રદેશ પ્રભારીનું પદ ખાલી છે. રાજ્યસભા સાંસદ રાજીવ સાતવનું કોરોનાતી નિધન થયા બાદ મે મહિનાથી આ પદ ખાલી છે. પાર્ટી નેતૃત્વએ પણ પ્રદેશ કોંગ્રેસ પણ સંગઠનને લઈ નેતાઓ સાથે કોઈ ચર્ચા કરી નથી.
પાર્ટી નેતાએ કહ્યું કે ભાજપે પાછલા વર્ષે પોતાની સ્થિતિ મજબૂત કરી છે. ચૂંટણીમાં હજી એક વર્ષનો સમય બાકી છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સક્રિયતા વધારી દીધી છે. ભાજપ સતત મહેનત કરી રહી છે. બીજીતરફ સતત હાર છતાં કોંગ્રેસ પાછલા ચાર વર્ષથી કમજોર પડી રહી છે. પાછલી ચૂંટણીની જેમ આ વખતે પાટીદાર આંદોલન નથી. દલિત અને અન્ય ઓબીસી જાતિઓમાં ભાજપે પોતાની સ્થિતિ મજબૂત કરી છે. એવામાં કોંગ્રેસ માટે સતત પડકારો વધી રહ્યા છે.
નોંધનીય છે કે ડિસેમ્બર 2022માં ગુજરાત વિધાનસભા (Gujarat Assembly Election 2022) યોજાય શકે છે. જેને લઈ ભાજપે સખત તૈયારીઓ પ્રારંભી દીધી છે બીજી તરફ ભાજપને ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટી પણ પૂરજોશમાં ચૂંટણી મેદાનમાં ઉતરી ગઈ છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ તમામ 182 વિધાનસભા સીટ પર ચૂંટણી લડશે. ત્યારે કોંગ્રેસનો વોટ શેર વધુ ઘટે તેવું અનુમાન થઈ રહ્યું છે.












Click it and Unblock the Notifications
