OPINION: ડબલ એન્જીન સરકારે સુરતની સૂરત બદલી, વિશ્વ ફલક પર સુરત ચમક્યું

સુરત એટલે વેપારીઓનું શહેર, સુરતની સમૃદ્ધિ અનાદી કાળથી જ દિવ્યમાન છે, અને તેને કારણે જ અંગ્રેજોએ વેપાર કરવા માટે પોતાની પહેલી કોઠી સુરતમાં સ્થાપી હતી. સુરત ધનિકોના શહેર તરીકે પણ ઓળખાય છે. તેમ છતાં અન્ય સરકારો સુરતને વિશ્વ ફલક પર ચમકાવી નહોતી શકી. જો કે કોઈ ના કરી શક્યું તે મોદી-પટેલની જોડીએ કરી બતાવ્યું. સુરતનું નામ આજે વિશ્વના ટોચના શહેરોમાં લેવાય છે.

Surat

સુરત વિશ્વનું સૌથી મોટું ડાયમંડ હબ પણ બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેજા હેઠળ ગુજરાત સરકારે સુરતમાં અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ ચલાવ્યા અને પાર પણ પાડ્યા. ગત રવિવારે 17 ડિસેમ્બરના રોજ નરેન્દ્ર મોદીના હસ્તે વિશ્વના સૌથી મોટા ઑફિસ જે અમેરિકાના પેન્ટાગોનથી પણ મોટું છે તે સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરી સુરતી લાલાઓને જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતને ગૌરવવંતું કર્યું છે.

કેન્દ્ર સરકારની મદદથી ભૂપેન્દ્ર પટેલ સરકારે સુરતને વિશ્વ સ્તરે ચમકાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે, અગાઉ સુરતમાં ઈન્ટરનેશનલ એપોર્ટ કરતાં બસસ્ટેન્ડ સારાં હતાં પરંતુ જ્યારથી ડબલ એન્જિન સરકાર આવી છે ત્યારથી સુરત સતત પ્રગતિ તરફ અગ્રેસર છે. આજે સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ હાઈફાઈ સુવિધાથી સજ્જ છે. જે હજારો નવા પ્રવાસીઓને સુરતમાં આકર્ષવા માટે તૈયાર છે.

સુરતમાં ડાયમંડ બુર્સ (SDM) દેશ-વિદેશના ડાયમંડ મર્ચન્ટને પોતાની તરફ આકર્ષી રહ્યું છે, જેને પગલે સુરત વિશ્વ ફલક પર તો ચમક્યું જ છે સાથે જ સુરત હીરા ઉદ્યોગમાં એક નવો અધ્યાય લખવા માટે પણ તૈયાર થઇ ગયું છે. મુંબઈથી બે ડઝનેક ડાયમંડ કંપનીઓએ સુરત ડાયમંડ બુર્સમાં પોતાની ઑફિસ ખોલી છે. જે હીરાની જેમ જ સુરતને પણ ચમકાવવામાં મદદરૂપ થશે.

સુરત આજે લાખો યુવાનો માટે ડ્રીમ સિટી બની ગયું છે. સુરત સતત આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્રો સાથે જોડાઈ રહ્યું છે, વિશ્વના બહુ ઓછા શહેરોમાં આ પ્રકારની આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી જોવા મળે છે. સુરતની પ્રગતિથી ગુજરાત વિકાસના પથ પર આગળ વધશે અને ગુજરાતના વિકાસથી જ દેશ પણ વિકસિત થવાની દિશા તરફ વધુ એક ડગલું માંડશે.

ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર શહેરમાં આધુનિક માળખાગત સુવિધાઓ ઊભી કરવા પર વિશેષ ભાર મૂકીને લોકોની ક્ષમતાને આગળ વધારવા સુરતની ક્ષમતામાં વધારો કરી રહી છે. સુરતનાં જોડાણની વાત કરતાં શ્રી મોદીએ સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, મેટ્રો રેલ સેવા અને હજીરા પોર્ટ, ડીપ વોટર એલએનજી ટર્મિનલ અને મલ્ટિ-કાર્ગો પોર્ટ સહિત સુરતનાં બંદરોનો ઉલ્લેખ કર્યો હતો. "સુરત સતત આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્રો સાથે જોડાઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, દુનિયામાં બહુ ઓછાં શહેરોમાં આ પ્રકારની આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી છે."

તેમણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે સુરતની કનેક્ટિવિટી અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પર ચાલી રહેલા કામનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે સુરતની ઉત્તર અને પૂર્વ ભારતની રેલવે કનેક્ટિવિટીને મજબૂત કરશે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પણ સુરતના બિઝનેસને નવી તકો પૂરી પાડવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રીએ દરેકને શહેરની આધુનિક કનેક્ટિવિટીનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી અને કહ્યું હતું કે, "જો સુરત આગળ વધશે, તો ગુજરાત આગળ વધશે. જો ગુજરાત આગળ વધશે તો દેશ આગળ વધશે." આ સંબોધનનું સમાપન કરતાં પ્રધાનમંત્રીએ આગામી મહિને યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે પણ શુભેચ્છા પાઠવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X