સુરતમાં હિરાની પરખનું સેન્‍ટર સાર્થક નીવડશેઃ સૌરભભાઈ પટેલ

સુરત, 4 એપ્રિલ: નાણામંત્રી સૌરભભાઈ પટેલના હસ્‍તે શુક્રવારે સુરત શહેરના કતારગામ વિસ્‍તારના ઇન્‍ડીયન ડાયમંડ ઈનસ્‍ટીયુટ ખાતે ડાયમંડ ડિટેક્શન એન્‍ડ રિસોર્સ સેન્‍ટરનું ઉદ્દઘાટન સંપન્ન થયું હતું.

આ પ્રસંગે ડાયમંડ ઈન્‍સ્‍ટીયુટને અભિનંદન આપતા મંત્રી જણાવ્‍યું હતું કે, કેટલાક લોકો રાતોરાત કરોડપતિ થવાના અભરખાને કારણે ડાયમંડ ઉદ્યોગને મોટુ નુકશાન કરી રહયા છે. તેવા સમયે હિરાની પરખનું સેન્‍ટર આ ઈન્‍સ્‍ટીયુટ દ્વારા શરૂ કરવામાં આવ્‍યું છે જે ખરા અર્થમાં સાર્થક નીવડશે. વિપુલ રોજગારીની તકો પૂરો પાડતો આ બિઝનેસ વિશ્વાસ પર ટકેલો છે અને તેને કાયમ માટે જાળવી રાખવો એ સૌની જવાબદારી છે. આ ઉદ્યોગ વધારેમાં વધારે વિકસે તેના માટે રાજય સરકાર પણ પૂરતી સહાય કરવા હંમેશા તત્‍પર રહી છે.

diamond
ડ્રીમસીટીમાં ઝડપથી ઈન્‍ફ્રાસ્‍ટકચર પુરી પાડવાના પ્રયાસો કરવામાં આવી રહયા છે આ ઉપરાંત બેન્‍કીગ સુવિધાઓ પણ ઝડપથી ઉભી થાય તેવા પ્રયાસો કરવા પડશે. આ વેળાએ મંત્રીએ એકઝીબીશન સેન્‍ટરને પણ પ્રમોટ કરવા પર ભાર મૂકયો હતો.

ઈન્‍ડિયન ડાયમંડ ઈન્‍સ્‍ટીયુટ અને જેમ અને જવેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્‍સીલના સંયુકત નેજા હેઠળ સેન્‍ટર શરૂ કરવામાં આવ્‍યું છે. જે શરુ થવાથી લધુ અને મધ્‍યમ હીરાના કારખાનેદારો, હીરાનું ટ્રેડીગ કરતા વેપારીઓ, જવેલર્સોને કુદરતી હીરાના પાર્સલમાંથી સિન્‍થેટીક હીરાની સંભવિત ભેળસેળને અલગ કરવા, ઝડપી ટેસ્‍ટીગની સુવિધા કિફાયતી દરે પુરી પાડવાનો ઉપરાંત સિન્‍થેટીક ડાયમંડ વિશે ડાયમંડ ડ્રેડને સાચી ટેકનીકલ માહિતીથી માહિતગાર કરવાનો હેતુ રહેલો છે.

આ વેળાએ સ્‍વાગત પ્રવચન જે.જી.ઈ.પી.સી.ના પંકજ પારેખે જયારે આભારવિધિ ચંદ્રકાંત સંધવીએ આટોપી હતી.

આ પ્રસંગે શિક્ષણ રાજયમંત્રી નાનુભાઈ વાનાણી, ધારાસભ્‍ય પૂર્ણેશભાઈ મોદી, સુરત ડાયમંડ એસોસીયેશનના પ્રમુખ દિનેશભાઇ નાવડીયા, ઉદ્યોગ અગ્રણી ગોવિંદભાઈ ધોળકીયા, સેવતીલાલ શાહ તેમજ મોટી સંખ્‍યામાં ડાયમંડના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X