છોટાઉદેપુરના કવાંટના 25 ગામોની પીવાના પાણીની સમસ્યા ઉકેલાશે, વડાપ્રધાન યોજનાનું ખાતમૃહુર્ત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં એક દિવસીય પ્રવાસ દરમિયાન વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૃહુર્ત કરશે.

૨૭મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કવાંટ જૂથ યોજના તથા સંલગ્ન ફળિયા કનેક્ટીવીટીનું ખાતમુહૂર્ત થશે. જેનાથી કવાંટના 25 ગામોના લોકોને પીવાના પાણીની સમસ્યાથી કાયમી છુટકારો મળશે.

water

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કુલ 25 ગામોમાં બિન પીવાલાયક અને અપૂરતા ભુગર્ભ જળને કારણે ઉભી થયેલી પીવાના પાણીની મુશ્કેલીને દૂર કરવા ગુજરાત સરકારે 79.52 કરોડની નર્મદા રીવર બેઝીન આધારિત ડી.ડી.એસ.એ બલ્ક પાઈપ લાઈન ટેંપીંગ મારફતે કવાંટ જૂથ પાણી પુરવઠા તથા સંલગ્ન ફળિયા કનેક્ટીવીટીની યોજના તૈયાર કરી છે.

આ યોજનાથી આ તાલુકાના ડુંગરાળ વિસ્તારના કુલ 52 ગામોની અંદાજીત 41 હજાર લોકોની વસ્તીનું પીવાના પાણીની મુશ્કેલીનું કાયમી ધોરણે નિરાકરણ આવશે.

આ યોજનામાં મોટી ચીખલી ખાતેના ભૂગર્ભ સંપમાંથી નર્મદાનું રો-વોટર પાણી 6.50 એમ.એલ.ડી ક્ષમતાના ફીસ્ટ્રેશન પ્લાન્ટમાં પંપ કરી શુદ્ધિકરણ કરેલું પીવાનું પાણી અંદાજીત 211.05 કી.મી પાઈપલાઈન મારફ્તે વહન કરી ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર 1.79 એમ.એલ ક્ષમતાની કુલ 33 નંગ ઉંચી ટાંકી તથા 11.64 એમ.એલ ક્ષમતાના કુલ 49 નંગ ભૂગર્ભ સંપ મારફતે પીવાનું પાણી નર્મદાના પૂરતા પ્રેશરથી પુરું પાડવાનું સુપેરે આયોજન કરવામાં આવ્યું છે.

ખાતમુહૂર્ત બાદ જુલાઈ- ૨૦૨૫ સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરી દેવામાં આવશે. આનાથી ટ્રાયબલ બેલ્ટની મહિલાઓને આરામદાયક રીતે પીવાનું પાણી મળી રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X