ગાંધીનગર ખાતે CM વિજય રૂપાણીએ કરી શસ્ત્ર પુજા

Posted By:
Subscribe to Oneindia News

દશેરાના પાવન અવસર પર લોકો વાહન અને શસ્ત્રોની પૂજા કરતા હોય છે. આ દિવસે શસ્ત્ર પૂજાના અનેરું મહત્વ છે. ત્યાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને સુરક્ષાકર્મીઓની હાજરીમાં શસ્ત્ર પૂજાના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિજય રૂપાણી અને તેમની પત્નીએ વિધિગતરીતે શાસ્ત્રોની પૂજા કરી હતી. નોંધનીય છે કે આ પરંપરા દર વર્ષે જે તે સમયમાં મુખ્યમંત્રી દ્વારા નિભાવવામાં આવે છે. આ પહેલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન અને નરેન્દ્ર મોદીએ પણ આ રીતે શસ્ત્ર પૂજા કરતા આવ્યા છે.

vijay rupani

ત્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ અને સુરક્ષા કર્મીઓએ આ શાસ્ત્ર પૂજામાં હાજરી આપી હતી. અને તમામ શસ્ત્રોને સારી રીતે ફૂલો સાથે સજાવીને આ પૂજા વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના તમામ નાગરિકોને દશેરાની શુભકામનાઓ પાઠવી હતી.

English summary
Dussehra : Gujarat CM vijay rupani performed 'Shastra Puja' at Gandhinagar.
Please Wait while comments are loading...