For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારે વરસાદના કારણે દ્વારકા નગરી ડૂબી પાણીમાં, 1નુ મોત

ગુજરાતના સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ ચાલુ રહેવાના કારણે ઘણા જિલ્લાઓ પાણીથી ભરાઈ ગયા છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ ચાલુ રહેવાના કારણે ઘણા જિલ્લાઓ પાણીથી ભરાઈ ગયા છે. અહીં કચ્છથી નીચે દ્વારકા નગરી ત્રીજા દિવસે પણ પણ પાણીમાં ડૂબેલી છે. ઠેર ઠેર દુકાનો તેમજ ઘરોમાં 2-3 ફૂટ પાણી ભરાઈ ગયા છે. ક્યાંક ક્યાંક 6થી 7 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. લોકો ઘરની છતો પર રહેવા માટે મજબૂર છે. માહિતી મુજબ દ્વારકાના તોતાદ્રિમઠ, રુપેણ બંદર, ફૂલવાડી, ગુરુદ્વારા, ઈસ્કૉન ગેટ જેવા ઘણા વિસ્તારોમાં 4થી 5 ફૂટ સુધી પાણી ભરાયેલુ છે.

સતત ચોથા દિવસે પણ વરસાદ ચાલુ

સતત ચોથા દિવસે પણ વરસાદ ચાલુ

અહીં ઈસ્કોન મંદિરના ગેટ પાસે પાણીમાં ડૂબી જવાથી 26 વર્ષીય યુવકનુ મોત થઈ ગયુ. તેનુ નામ હોથીભા સુમનિયા હતુ. ડ્રોનથી લેવામાં આવેલ ફોટોમાં દેખાઈ રહ્યુ છે કે લોકો છતો પર રહે છે કારણકે નીચે ઘર પાણીથી ભરેલા છે. દ્વારકાધીશ ભગવાન શ્રીકૃષ્ણની નગરી છે. અત્યારે પૂરના કારણે અહીં હાલત ખરાબ છે. વરસાદ સતત ચોથા દિવસે પણ થઈ રહ્યો છે.

મોટાભાગની નદીઓ છલકાઈ રહી છે

મોટાભાગની નદીઓ છલકાઈ રહી છે

રવિવારથી મંગળવાર સુધીના વરસાદના કારણે ગુજરાતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. સૌરાષ્ટ્રની શૈત્રુંજી, ભાદર, વાસવાડી, વેણુ, કંડાવતી, સોમજ, રાવલ, ઓઝત, ન્યારી, મછુંદ્રી અને ઢાઢર નદીઓ છલકાઈ રહી છે. જેના કારણે આજી, ઓજત, ન્યારી, વેણુ, શેત્રુંજી સહિત 10થી વધુ પુલોના ગેટ ખોલી દીધા. આ દરમિયાન જામનગરથી ચોંકાવનારા ફોટા સામે આવ્યા છે. અહીં વાડી વિસ્તારમાં પાણી એટલી હદે ભરાયુ કે તેમાં ન્હાતા બાળકો કોઈ સ્વીમિંગ પુલ જેમ દેખાઈ રહ્યા છે.

રેલવે સ્ટેશન આ રીતે દેખાયુ

રેલવે સ્ટેશન આ રીતે દેખાયુ

વળી, જામનગરમાં રેલવે સ્ટેશન અને તેની આસપાસ પાણી ભરાઈ ગયા છે. ડ્રોનથી લીધેલા ફોટામાં આખો વિસ્તાર જળમગ્ન દેખાઈ રહ્યો છે. ત્યાં ઉભેલી ટ્રકોના પૈડા સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા હતા. ઘણા વાહનોની છતો સુધી પાણી હતુ. વરસાદ બાદ પૂરથી ઉભી થયેલી સ્થિતિમાં પાણીથી રેલવે સ્ટેશન પરિસર અને વિસ્તાર કોઈ મહેલ જેવો લાગવા લાગ્યો. જામનગરની રંગમતી નદી ઉપરાંત ઘણી નાની નદીઓ પણ છલકાઈ રહી છે જેનાથી જામનગર સાથે જોડાયેલા 6 ગામ સંપર્કવિહોણા થઈ ગયા છે.

કેરળની આ મહિલાનો બસની પાછળ ભાગતો વીડિયો કેમ વાયરલ થઈ રહ્યો છે?કેરળની આ મહિલાનો બસની પાછળ ભાગતો વીડિયો કેમ વાયરલ થઈ રહ્યો છે?

English summary
Dwaraka drowned in water due to heavy rain, 26 years old man died in rainy water
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X